બોટાદ ઈન ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની સમીક્ષાત્મક બેઠક યોજાઈ - At This Time

બોટાદ ઈન ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની સમીક્ષાત્મક બેઠક યોજાઈ


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈન ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટિની સમીક્ષાત્મક બોઠક યોજાઈ હતી,જેમાં સમગ્ર શહેરમાં રસ્તાઓને ધ્યાને રાખીને જરૂરી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમ કે સ્કૂલ-કોલેજ વાળા રસ્તા તેમજ સતત માણસોની અવર-જવરનો ધસારો રહેતો હોય તેવા રસ્તાઓ પર સ્પીડ બ્રેકર લગાવવા, તેમજ સિગ્નલ અંગેની તપાસ કરવી, સ્પીડ લીમિટ બાબતે સૂચિત કરતા બોર્ડ લગાવવા ઉપરાંત યોગ્ય સાઈનેજીસ લગાવવા તથા ઓવર સ્પીડીંગ કરતા વાહન ચાલકો સામે કડક પગલા લેવા અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં. તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.