સ્વચ્છતા હી સેવા 2024ના ભાગરૂપે બોટાદ એસ.ટી ડેપો ખાતે વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા અભિયાનને સફળ બનાવવા દરેક જગ્યાએ અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે “સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત બોટાદ એસ.ટી ડેપો ખાતે જિલ્લા આરોગ્ય ટીમ તેમજ BAPS સ્વામીનારાયણ મંદિરના સંતોના સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વ્યસનમુક્તિ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે ‘હું વ્યસન મુક્ત, મારો પરિવાર વ્યસન મુક્ત’, ‘મારૂ ગામ, રાજ્ય અને મારો દેશ વ્યસન મુક્ત’ના ઉદબોધન સાથે વ્યસન છોડવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવાના આ વ્યસન મુક્તિ કાર્યક્રમમાં આરોગ્યની વ્યસન મુક્તિ ટીમ, BAPS સ્વામીનારાયણ મંદિર સાળંગપુરથી પધારેલા સંતો, એસ.ટી સ્ટાફ તેમજ મુસાફરો જોડાયા હતા અને વ્યસન મુક્તિ અંગે શપથ ગ્રહણ કરીને અન્ય લોકોને પણ વ્યસન છોડવા તેમજ તંદુરસ્ત જીવન જીવવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.