કેશોદની આદર્શ નિવાસી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કેશોદની આદર્શ નિવાસી શાળામાં સ્વચ્છ ભારત'અભિયાન અંતર્ગત સ્વચ્છતા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહીવટી તંત્રના માર્ગદર્શનમાં કેશોદ નગરપાલિકા દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે શાળાના વિદ્યાર્થી સ્ટાફગણ અને નગર પાલિકાના સ્વચ્છ ભારત મિશન સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અંગે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર એમ.એમ.વાઘેલા, પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા,ઓફિસ સુપ્રિટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણીના માર્ગદર્શનમાં આ મિશન સાથે જોડાયેલા નગરપાલિકાના શ્રી વી.આર.ડઢાણીયા,ભરતભાઈ વણપરિયા જયદેવભાઈ ગઢવી,કારાભાઈ ઓડેદરા,વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા શાળાના પટાંગણમાં 'એક પેડ માં કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.શાળામાં વૃક્ષારોપણ,રમત ગમત,પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિઓ જિલ્લા નાયબ નિયામકશ્રી સી.પી.પવારના માર્ગદર્શનમાં આચાર્યશ્રી બી.એસ.ભાવસાર,એમ.ડી.દાહીમાં,ડો.હમીરસિંહ વાળા,એચ.એસ.મુછાળ,ગીરીશ બગીયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ.કે.રાઠોડ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંસનીય રીતે થઈ રહી છે ત્યારે નગરપાલિકા કેશોદ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 તથા નિર્મળ ગુજરાત 2.0 ની શહેરી વિસ્તારની પ્રવૃત્તિઓ માટે શાળાનાં વ્યાયામ શિક્ષક અને આઝાદ કલબના પ્રમુખ ડો.હમીરસિંહ વાળાની "બ્રાન્ડ એમ્બેસેડર"તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.આ તકે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરી વિસ્તારમાં રાત્રી સફાઈ,ફોગિંગ મશીન જેવી જુદા જુદા વિસ્તારમાં વિશેષ સફાઈ ચાલી રહી છે તયારે આ મિશનમાં જોડાઈ સ્વચ્છતા માટે સહયોગી અને સહભાગી થવા શાળાના વિદ્યાર્થી અને સ્ટાફ દ્વારા વિવિધ શાળા,કોલેજ અન્ય સંસ્થાઓ અને શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. 97234 44990
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.