વલભીપુરના હડમતીયા ગામે શાળાને Sbi બેંક દ્વારા R.O.ફ્રીજર,કોમ્પ્યુટર,બેંચિસ સહિતનું ડોનેટ કરાયુ
વલભીપુર તાલુકાની હડમતીયા પ્રાથમિક શાળામાં ભારતીય સ્ટેટ બેન્ક (SBI)દ્વારા પ્રાથમિક શાળામા વિદ્યાર્થીઓને શુદ્ધ પીવા માટે પાણીનું કુલર અને આરો મશીન આપવામાં આવ્યું હતું તેમજ બાળકો માટે ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે 20 થી વધુ સીલીંગ ફેન આપવામાં આવ્યા હતાં તેમજ શાળાનાં બાળકો કમ્પ્યુટર થી જાણકાર બને તે માટે બે કોમ્પ્યુટર પણ આપવામાં આવ્યા હતા તેમજ બેસવામાં સુલભતા રહે તે હેતુ થી 15 બેન્ચીસ પણ આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ભાવનગર જિલ્લાના એજીએમ માતા પ્રસાદ,એચ આર મેનેજર સુથાર વલભીપુર SBI બેન્કના મેનેજર રતનદાસ વૈષ્ણવ,કેળવણી નિરીક્ષક હેમરાજસિંહ ચૌહાણ તથા ઇન્દુભા મોરી મંત્રી મનીષભાઈ જોગરાણા હિરેનભાઈ ત્રિવેદી તેમજ શાળાના આચાર્ય ધીરુભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા બાળકોને તેમના વિકાસ માટે અલગ અલગ ચીજ વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કર્યા હતા જેથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તથા શાળા ના આચાર્ય દ્વારા SBI વલભીપુર નો તેમજ મહેમાનો નો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.