વિસાવદર સરકારી દવાખાના ખાતેના એન.સી. ડી. વિભાગ દ્રારા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ સેમીનાર આયોજન કરવામાં આવ્યું"* - At This Time

વિસાવદર સરકારી દવાખાના ખાતેના એન.સી. ડી. વિભાગ દ્રારા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ સેમીનાર આયોજન કરવામાં આવ્યું”*


વિસાવદર સરકારી દવાખાના ખાતેના એન.સી. ડી. વિભાગ દ્રારા નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ સેમીનાર આયોજન કરવામાં આવ્યું"તા. ૨૯-૦૯-૨૦૨૪ ને ગુરૂવાર રોજ વિસાવદર સરકારી દવાખાના ખાતે ના એન.સી.ડી. વિભાગ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સુસાઈડ પ્રીવેન્શન સેમીનારનું શ્રી એન.સી.પરમાર ગર્લ્સ સ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી દવાખાનાના અધિક્ષકશ્રી ના માર્ગદર્શન મુજબ એન.સી.ડી વિભાગના સતીષભાઇ આર સાંકળીયા (ડી.ઇ.ઓ) એમ.એસ.સોસા (કાઉન્સેલર) તેમજ જુનાગઢ સીવીલ હોસ્પિટલ ટીમ થી સુમીત વડસરિયા, (ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ) અને ચીરાગ માકડિયા (સોશિયલ વર્કર) દ્રારા આ કેમ્પ માં ફરજ પર હાજર રહીને માનસિક બીમારી અને તણાવ મેનેજમેન્ટ રોકવા અંગેનું સેમીનારમાં માગૅદશૅન આપવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં શ્રી એન.સી.પરમાર ગર્લ્સ સ્કુલના ૩૨૫ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા વિસાવદર સરકારી દવાખાના ના તમામ સ્ટાફ તેમજ એન.સી. ડી વિભાગના તમામ સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી અને સ્કુલ સ્ટાફ નો આભાર માન્યો હતો.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.