**ઝાલોદ ન.પાલિકા પ્રજા પાસેથી ૬૦૦/રુ પાણી વેરો નિયમિત વસુલે છે, પરંતુ માછણનાળા વિભાગને ૧૧.૬૪ કરોડ બિલ ચુકવવાનુ બાકી ** - At This Time

**ઝાલોદ ન.પાલિકા પ્રજા પાસેથી ૬૦૦/રુ પાણી વેરો નિયમિત વસુલે છે, પરંતુ માછણનાળા વિભાગને ૧૧.૬૪ કરોડ બિલ ચુકવવાનુ બાકી **


**ઝાલોદ ન.પાલિકા પ્રજા પાસેથી ૬૦૦/રુ પાણી વેરો નિયમિત વસુલે છે, પરંતુ માછણનાળા વિભાગને ૧૧.૬૪ કરોડ બિલ ચુકવવાનુ બાકી **

ઝાલોદ પાલિકા વિસ્તારમાં અંદાજિત 50 હજાર ઉપરાંત વસ્તી વસવાટ કરે છે. પાલિકા દ્વારા નાગરિકો માટે તમામ ભૌતિક સુવિધાઓ પુરી પાડે છે. સાથે વેરોની પણ વસુલાત કરે છે. 4500 થી વધુ પીવાના પાણીના કનેક્શન આપ્યા છે. નાગરિકો પાસેથી પાણીના વેરા પેટે વર્ષે 600 રૂા. કનેક્શન દીઠ વસુલે છે. પાલિકા વર્ષોથી માછણ નાળા વિભાગમાં આવેલા માછણ ડેમ માંથી પીવાનું પાણીનો પુરવઠો ખરીદે છે. જેના પાણીના બિલ પેટે દરમાસે બિલ ચૂકવવાનું હોય છે. ત્યારે પાલિકા દ્વારા છેલ્લા 16 વર્ષથી પાણીના બિલના નાણાં ચૂકવ્યા ન હોવાની માહિતી મળેલ છે. જેમાં પાલિકાએ 11.64 કરોડ માછણ નાળા વિભાગને ચૂકવ્યા નથી. પ્રજા પાણી વેરો ન ભરે તો કનેશન કાપી નાખે છે. ત્યારે પાલિકાએ કરોડો રૂપિયા પ્રજાજનો પાસેથી વસૂલવા છતાં માછણ વિભાગને ન ચુકવતા ચર્ચાનો વિષય બન્યો હતો.
નાણાંના વપરાશ પાછળ અનેક ચર્ચા ઝાલોદ પાલિકા દ્વારા પીવાના પાણીના કનેક્શન ધારકો પાસેથી રૂા. 600 પેટે વર્ષનો વેરો વસુલે છે. જો કોઈ વેરો ન ભરે તો પાલિકા દ્વારા વ્યાજ સહીત પઠાણી ઉઘરાણી કરીને નાણાં વસુલે છે.ત્યારે શાણી પાલિકાએ માછણ નાળા વિભાગને પાણીના બિલના 11.64 કરોડો ભર્યા નથી. પાલિકાએ 16 વર્ષ સુધી પાણીનો ઉઘરાવેલા વેરાના પૈસા માછણ નાળા વિભાગને નથી આપ્યા તો આ નાણાંનો વપરાશ અન્ય ક્યાં કર્યો તેને લઈને અનેક સવાલો ઉઠ્યાં છે.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.