નવી RTO કચેરીમાં મેટલ ડિટેક્ટર મુકાશે, ફેબ્રુઆરીથી ધમધમશે
RTOએ સેફ્ટીના કારણોસર પબ્લિક સેફ્ટી કમિટી પાસે સરવે કરાવવા કલેક્ટરને પત્ર લખ્યો
સીસીટીવી કઇ રેન્જના હોવા જોઇએ, ક્વોલિટી કેવી હોવી જોઇએ સહિતનો રિપોર્ટ મળ્યા બાદ કરાશે નિર્ણય
રાજકોટની નવી આરટીઓ કચેરીના બિલ્ડિંગના બાંધકામનું કામ પૂર્ણ થઇ ગયું છે અને હાલ ફર્નિચરના કામનો કોન્ટ્રાક્ટ આપવા કવાયત ચાલી રહી છે ત્યારે નવી આરટીઓ કચેરીમાં આવતા અરજદારો અને સ્ટાફની સેફ્ટીને ધ્યાનમાં લઇ આરટીઓ કે.એમ.ખપેડે કલેક્ટર તંત્રને પત્ર લખીને નવી આરટીઓ કચેરીને સીસીટીવીથી સજ્જ બનાવવા અને મેટલ ડિટેક્ટર મૂકવા માટે પબ્લિક સેફ્ટી કમિટી પાસે સરવે કરાવવા માગણી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.