એક ની એક વસ્તુ ઉપર વારંવાર ટેક્સ ? જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલ ની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો ઓ મુસીબત એટલી ઝીંદાદીલી ને દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો ધીરજ જુવો જીતી રહી છે સંકટ ની સહુ ક્ષણો વીતી રહી છે - At This Time

એક ની એક વસ્તુ ઉપર વારંવાર ટેક્સ ? જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલ ની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો ઓ મુસીબત એટલી ઝીંદાદીલી ને દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો ધીરજ જુવો જીતી રહી છે સંકટ ની સહુ ક્ષણો વીતી રહી છે


એક ની એક વસ્તુ ઉપર વારંવાર ટેક્સ ?
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો ફૂલ ની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો ઓ મુસીબત એટલી ઝીંદાદીલી ને દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો

ધીરજ જુવો જીતી રહી છે સંકટ ની સહુ ક્ષણો વીતી રહી છે

મુંગા મોઢે બધું સહન કરો પ્રાથમિક સુવિધા ની ફરિયાદ ન કરો એજ રાષ્ટ્રવાદ

દેશ માં બધું એક સરખું સમાન સિવિલ કોડ એક સાથે ચૂંટણી ડીમોનિટાઈઝેશન પ્રોપટી સંશોધન ઘણું ઘણું એક સાથે કરવાની નેમ નીતિ એ સારી વાત છે પણ કર ના દર ટેક્સ પ્લાનિંગ ટેક્સ ના સ્લેબ એક સમાન નહિ એક ની એક વસ્તુ ઉપર વારંવાર ટેક્સ ચૂકવતા દેશી વાસી ઓ જીવનભર દરેક પ્રકાર ના ટેક્સ પછી અંતે પાછલી જિંદગી ખૂબ જ લાચારી ભરી ભોગવે છે વડીલો માટે કોઈ સારી સ્કીમ નથી અને સારી સ્કીમ બનાવાય તો અધકચરો અમલ કરાય છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન મેળવનાર ની સંખ્યા કેટલી ? વડીલો ને ટ્રેન મુસાફરી માં મળતી રાહત બંધ કેમ કરાય ? પગાર એક, કેટલીવાર ટેક્સ આપું? અને શા માટે ? છે કોઇ જવાબ ? મેં ત્રીસ દિવસ કામ કર્યું પગાર લીધો - ઈન્કમ ટેક્ષ આપ્યો,મોબાઇલ ખરીદ્યો-ટેક્સ આપ્યો, રિચાર્જ કરાવ્યુ - ટેક્સ આપ્યો, ડેટા લીધો - ટેક્સ આપ્યો, વિજળી લીધી - ટેક્સ આપ્યો, ઘર લીધું લીધું. ટેક્સ આપ્યો, ટીવી-ફ્રીઝ ખરીદ્યું -ટેક્સ આપ્યો, કાર લીધી ટેક્સ આપ્યો, પેટ્રોલ નખાવ્યું - ટેક્સ આપ્યો, સર્વિસ કરાવી - ટેક્સ આપ્યો બુટ ખરીદ્યા - ટેક્સ આપ્યો, પુસ્તકો ખરીદ્યા - ટેક્સ આપ્યો, ટોયલેટ ગયો - ટેક્સ આપ્યો, દવા ખરીદી - ટેક્સ આપ્યો, ગેસ લીધો - ટેક્સ આપ્યો. ઘણી વસ્તુઓ ખરીદી અને ટેક્સ દીધો, ક્યાંક ફી આપી, ક્યાંક બીલ ક્યાંક વ્યાજ તો દંડના નામે તો ક્યાંક લાંચના નામ ઉપર પૈસા દેવા પડયા, આ બધા પછી ભુલથીજો સેવીંગ વધી તો ફરી ટેક્સ આપ્યો.આખી ઉંમર કામ કરવા પછી કોઈ સોશ્યલ સીક્યુરીટી નહીં, કોઇ મેડીકલ સુવિધા નહી, પબ્લીક ટ્રાન્સપોર્ટ નહી, રસ્તાઓ ખરાબ, સ્ટ્રીટ લાઇટ ખરાબ, હવા ખરાબ, પાણી ખરાબ, ફળ-શાકભાજી ઝેરી, હોસ્પિટલ મોંઘી, દ૨ વર્ષે મોંઘવારીનો માર, આકસ્મીક ખર્ચા અને આપદાઓ ત્યારબાદ દરેક જગ્યાએ લાઈનો. બધા પૈસા ક્યાં ગયા ? કરપ્શનમાં, ચૂંટણીમાં, ધનવાનો ની સબસીડીમાં, માલ્યા જેવાને ભગાડવામાં, ધનીકો ના ખોટા દેવાળીયા થવામાં લોન માફ કરવામાં રેવડી કલ્ચર માં પ્રજા ના પેસા નો બેફામ બેડફાટ પછી પ્રાથમિક સુવિધા રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય પરિવહન જેવી બુનિયાદી સુવિધા ઓની ફરિયાદ કરો તો રાષ્ટ્ર વિરોધી બની જવાય ૩૨ રૂપિયા ના પેટ્રોલ અનેક પ્રકાર ની ડ્યુટી ઓ ટેક્સ બાદ ત્રણ પડતર થી ત્રણ ઘણું આજ રાષ્ટ્ર વાદ છે નેતા દ્વારા જે રેવડી કલ્ચર વિકસવ્યુ છે તે નેતા ઓના બાપ ના પેસા નું થોડું છે એ તો આપ ના પેસા નું જ પારકા બાજરે માવજીભાઈ કાંધાળા અત્યારે નકલી નો પણ ભારે ક્રેઝ વિકસી રહ્યો છે નકલી ખાદ્ય દ્રવ્યો થી લઈ નકલી પોલીસ નકલી શિક્ષક નકલી પી એ આઈ પી એસ આઈ એ એસ નકલી ટોલ નાકા તો ઠીક પણ નકલી પાણી પુરવઠો તંત્ર સહિત ઉભો કરી સરકાર માંથી ગ્રાન્ટ પણ મેળવી લેવાય ત્યાં સુધી આતે કેવો રાષ્ટ્રવાદ ? દેશી દારૂ જેવો પિયકર બનાવી દે તેવો તેમ છતાં પ્રબુદ્ધ શિક્ષિતો નું કાન ફાડી નાખે તેવું મૌન ? પ્રેસ મીડિયા વિવેચકો લેખકો પણ પવન પ્રમાણે પીઠ ફેરવ છે કેટલો બધો આ બધા ને ભરોસા ની સરકાર ઉપર ભરોસો છે સજ્જનો નું સન્માન અને દુર્જનો ને દંડ નહિ અમે તારા જગત માં અવનવા અંજામ જોયા દુર્જનો નું સન્માન ને સજ્જનો નું અવમાન અમે તારા આ જગ માં અવનવા અંજામ જોયા છે પ્રતિષ્ઠા દુર્જનો પામતા અને સજ્જનો ની અવગણના સરે આમ તારા આ જગ માં જોયા ખરેખર નેકાદમ કદર થતી નથી દુરાચારી ને પૂજાતા ગામો ગામ જોયા છે વિશ્વ ના અનેક દેશો માં વડીલો માટે ની વ્યવસ્થા આચરણ કરવા યોગ્ય છે જો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અન્ન પુરવઠો લાભાર્થી ને આપવા હતાતી ઓન લઈ તપાસ થતી હોય તો બીજું બધું કેમ ન થઈ શકે ? આખી જિંદગી દેશ ની ઉન્નતિ માટે અનેક અનેક પ્રકાર ના ટેક્સ ભરી ભરી આયખું અર્પણ કરનાર ના ભાગે કેમ લાચારી ? બિન સંગઠિત શ્રમિક માટે ખૂબ મોટી રકમ લેબર સેસ ના નામે મેળવ્યા છે શ્રમિક ના કલ્યાણ માટે આવેલ રકમ થી ક્યાં શ્રમિક નું કલ્યાણ કરાયું ? વધતા જતા વૃદ્ધા આશ્રમ એ ગૌરવ નહિ પણ કલંક છે આર્ય સંસ્કૃતિ ને દીકરા ના ઘર ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.