તારીખ ૨૫/૯/૨૪ બુધવાર નાની માછલીઓ સામે કાર્યવાહી કરીને મોટો મીર માર્યો નથી ; કોંગ્રેસ નેતા જયદીપસિંહ ગોહિલ
શુ કાર્યવાહીના નાટક કરો છો, કોંગ્રેસે અનેક મુદ્દે રજુઆત કરી છે, ક્યાં કૌભાંડમાં કાર્યવાહી થઈ કે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હોય તેવો એઇ દાખલો બતાવો, નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરી પોતાને બહાદુર સમજવું ન જોઈએ - જયદીપસિંહ
સિહોર નગરપાલિકા પગાર કૌભાંડનો મુદ્દો ખૂબ ચગ્યો છે. કાર્યવાહી પણ થઈ છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે આકરા શબ્દોમાં જણાવી કહી દીધું છે કે નગરપાલિકામાં કૌભાંડોની હારમાળા છે, અનેક ગેરરીતીની રજુઆતો અમે અગાઉ કરી ચુક્યા છીએ, અને હજુ કૌભાંડો અને ગેરરીતિના લિસ્ટ જોઈએ તો અમે આપીશું, અશ્વિન કે અરૂણ જેવી નાની માછલીઓ સામે કાર્યવાહી કરી કોઈ મોટો મીર માર્યો નથી. જયદીપસિંહ આગળ જણાવે છે કે શૌચાલય કૌભાંડ, ગટર કૌભાંડ, આવાસ યોજના, પગાર બાબતે ઘણા પ્રશ્નો છે, ગૌતમી નદી કૌભાંડ, રોડ રસ્તાઓમાં આટલા કૌભાંડ વગેરે વગેરે તમે ક્યારે કરી કાર્યવાહી અને અમે અનેક વખત રજુઆત કરી છે છતાં આજ સુધી કાર્યવાહી થઈ નથી. બીજું કે શહેરની પ્રજા ખખધડજ રોડ, રખડતા ઢોર સહિતના પ્રશ્નને પરેશાન છે. દરેક મુખ્ય રસ્તાઓ તેમજ વિસ્તારોમાં રખડતા ઢોર જ મળે છે. રખડતા પશુ ગાય-આખલાઓના ટોળે ટોળાં રસ્તાઓની વચ્ચે બેઠા હોય છે અને જેના કારણે નાના/મોટા વાહન ચાલકોને અત્યંત મુશ્કેલીઓ પડતી હોય છે તેમજ ગંભીર અકસ્માતો થવાનો પણ ભય રહેતો હોય છે, તે માટે જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી છે. શહેર દરેકના રસ્તાઓ વરસાદ થવાથી મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે. તેમાંય ખાસ કરીને ભાવનગર-રાજકોટ રોડ નગરપાલિકા આસપાસ ઠેર-ઠેર ખાડાઓ પડી ગયેલ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ખાડાઓ પડી જવાને કારણે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને ગંભીર અકસ્માતો પણ બનવાની શક્યતા રહેલી છે તો તાકીદે આ રોડ-રસ્તાઓ વ્હેલી તકે રીપેરીંગ કરાવવા જરૂરી છે શહેરના પ્રવેશદ્વાર સમાં મુખ્યરોડના ડીવાયડરોમાં લાઈટો કેટલા સમયથી બંધ છે શહેરમાં દીન-પ્રતિદિન હજારો વાહનો પસાર થાય છે. આ મુખ્ય રસ્તાઓ પર ખૂબ જ ભયંકર રીતે મોટા ખાડાઓ પડી ગયેલા છે તેમજ ખરાબ હાલતમાં રોડ તૂટી ગયેલ છે. આ મુખ્ય પ્રવેશદ્વારના રસ્તાઓને તાત્કાલિક યુધ્ધના ધોરણે રીપેરીંગ કરાવવા જરૂરી છે, કારણે કે આ રસ્તાઓ ઉપરથી હજારો વાહનો શહેરમાં પ્રવેશતા હોય છે, ખરાબ રસ્તાઓના કારણે નાના-મોટા અકસ્માત થવાનો ભય રહેલો છે. કરોને ત્વરિત કાર્યવાહી શુ સામાન્ય બે કર્મીઓ સામે કાર્યવાહી કરીને હોહા કરી દીધો હોવાનું અધિકારીઓને જયદીપસિંહે આકરા શબ્દોમાં જણાવી દીધું હતું
જયદીપસિહ ગોહિલ
પ્રમુખ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ
રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.