ગોરસર નેશમાં ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકાતા કાર્યવાહી કરાઇ - At This Time

ગોરસર નેશમાં ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકાતા કાર્યવાહી કરાઇ


વન વિભાગ, પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ વિભાગના સંયુક્ત સ્ટાફે કાર્યવાહી કરી ગુનો દાખલ કર્યો

ગોસા(ઘેડ)પોરબંદર, તા. ૨૫/૦૯/૨૦૨૪

રાણાવાવ રેન્જના કોસ્ટલ અનામત જંગલની બોર્ડર પરથી વીજ શોટનો ગુન્હો શોધી વન વિભાગ, પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ વિભાગનો સ્ટાફે શોધ્યો છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્રાજ તથા શ્રી એમ.બી.મણિયાર રે.ફો.ઓ.નાઓના સીધ્ધા માર્ગદર્શન હેઠળ વન વિભાગ, પોલીસ વિભાગ તથા પીજીવીસીએલ વિભાગનો સ્ટાફ માધવપુર રાઉન્ડના કોસ્ટલ અનામત જંગલ વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાણાવાવ રેન્જની માધવપુર રાઉન્ડની પાતા બીટના સ.નં. ૯/૩ પૈકી સ.ન. અનામત જંગલ વિસ્તારની બોર્ડર પર ગોરસર નેશની પાછળના ભાગમાં માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમા વિજ પ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવામાં આવ્યો હતો. આ અંગેનો ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ માધવપુર રાઉન્ડના રા.ગુના નં. ૦૭/૨૦૨૪-૨૫ થી ગુનો નોધી અને ગુના અન્વયે આ ગુનો કરનાર લાખા મેસુર સિંધલ રે. ગોરસર નેશ વાળા પાસેથી રકમ રૂા. ૧૫,૦૦૦/- પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.