અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તેમની પ્રતિમા સર્કલ દેવળીયા નાકા મધ્યે યોજવામાં આવ્યો હતો. - At This Time

અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તેમની પ્રતિમા સર્કલ દેવળીયા નાકા મધ્યે યોજવામાં આવ્યો હતો.


કચ્છના અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તેમની પ્રતિમા સર્કલ દેવળીયા નાકા મધ્યે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વક્તવ્ય આપતા માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી. છાંગા એ તેમના જીવન વિશે પરિચય આપતા એક રાષ્ટ્રને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા હતા એકાત્મ માનવતાવાદ અને અંત્યોદયના પ્રણેતા, મહાન ચિંતક, ઉત્કૃષ્ટ આયોજક અને પ્રખર દેશભક્ત પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર લાખ લાખ વંદન અર્પણ કરતા જણાવ્યું હતું કે, સમાજની છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિના જન કલ્યાણ અને કલ્યાણનો જે વિચાર તેમણે આપણને આપ્યો હતો તે આજે પણ આપણને પ્રેરણા આપે છે.તેમના આદર્શોને જીવનમાં ઉતારવા તે જ તેમને સાચી પુષ્પાંજલિ અર્પણ કરી ગણાય.
ત્યારબાદ ઉપસ્થિત સર્વે એ હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન શાસકપક્ષના નેતા શ્રી નિલેશગિરિ એમ. ગોસ્વામી એ કર્યું હતું. આભારવિધિ ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટીએ કરી હતી
નગરપાલિકાના કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ શ્રી તેજપાલભાઈ લોચાણી, શ્રી વિનોદભાઈ શામળીયા વગેરે વ્યવસ્થા સંભાળી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી. છાંગા, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ ડી કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધ્ધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠીયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરિ ગોસ્વામી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઇ શાહ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, પૂર્વ પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, કાઉન્સિલરો શ્રી અનિલભાઈ પંડ્યા, શ્રી બહાદુરસિંહ જાડેજા, શ્રી સુરેશભાઈ ટાંક, શ્રી અમરીશભાઈ કંદોઈ, શ્રી વિજયભાઈ પલણ, શ્રીમતી ઇલાબેન ચાવડા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, દિનેશભાઈ સી ઠક્કર, અલ્પેશભાઈ દરજી, મિતેશભાઈ રાઠોડ, સોનલબેન મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.