બાપુના ગામમાં બાપુના ધામ તરફના રસ્તે ફીટ કરવામાં આવેલી સ્ટ્રીટલાઈટો શરૂ કરવાનું ચોઘડિયું ક્યારે આવશે?!
બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ, રાજયના મુખ્યમંત્રી પોરબંદર ખાતે બીજી ઓક્ટોબરે અચુક મુલાકાત લેતા હોય છે.બીજી બાજુ બાપુના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટો મંજુર થતી હોય છે, પરંતુ વાસ્તવમાં કામ થતા નથી.આવું જ કંઈક પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાં જોવા મળ્યું છે જેમાં શહેરના ચોકથી ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિર સુધીના રસ્તે કેટલાક વર્ષો પહેલા ખુબ જ મોંઘી અને કલાત્મક સ્ટ્રીટલાઈટો ફીટ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ સ્ટ્રીટ લાઈટોને શરૂ કરવાનું હજુ સુધી ચોઘડીયુ આવ્યું નથી અને હજુ સુધી એક પણ લાઈટ ઝળહળતી કરવામાં આવી નથી,ત્યાં તો અન્ય અનેક લાઈટો છે તે કાઢી લેવામાં આવી છે.શીતલાચોક થી કીર્તિમંદિર તરફ જતા રસ્તે ફીટ કરવામાં આવેલી આ લાઈટો ૨ ઓક્ટોબર પહેલા શરૂ કરવી જોઈએ તે ઇચ્છનીય છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.