રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.


રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ સાતમો પોષણ માસ અંતર્ગત તા.૨૪-૯-૨૦૨૪ ના રોજ પુર્ણા દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ખાતેના આંગણવાડી કેન્દ્ર હનુમાનપરા, મયુર બાલવાડી, કનકનગર આંગણવાડી કેન્દ્રોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તથા પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલ તથા બાળ વિકાસ યોજના અધિકારી જયશ્રીબેન સાકરીયા તેમજ મુખ્ય સેવિકા અલ્પાબેન ગોસ્વામી તેમજ આરોગ્ય ટીમ વગેરેની ઉપસ્થિતિમાં પુર્ણા કેલેન્ડર વર્ષ-૨૦૨૪ મુજબ સપ્ટેમ્બર માસની થીમ તથા વાનગી નિદર્શન તેમજ એચ.બી ટેસ્ટ કેમ્પનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત આ ઉજવણીમાં પુર્ણા શક્તિમાંથી બનેલ વાનગીઓનું નિદર્શન કરી તમામ કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું તેમજ શાળાએ ન જતી કિશોરીઓ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા કિશોરીઓ સાથે ચર્ચા કરી આગળ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.