રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા થયેલ ડીમોલીશન. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા થયેલ ડીમોલીશન.


રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા નાયબ કમિશનર ચેતન નંદાણીના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ તા.૨૫/૯/ર૦ર૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા રસ્તા પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૫૦ ચો.મી.ની અંદાજીત ૨.૦૦ કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાનાં તમામ આસી.ટાઉન પ્લાનર, આસી.એન્જીનીયર, એડી.આસી. એન્જીનીયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, ફાયર વિભાગ તથા રોશની વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તેમજ સીટી પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.