ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનશે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજય મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમા CM ને પત્ર પાઠવી જગ્યા ફાળવવા માંગણી કરવામાં આવી
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શૈક્ષણિક ભવનના નિર્માણ માટે સરકાર તરફથી મળતા તમામ લાભો આપવા અને ટ્રસ્ટને જમીન વહેલી તકે મળે તૅવી ખત્રી આપી
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનાવવા માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ સમસ્ત કોળી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાતભરમાંથી આવેલા સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજયમાં સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, યોગ્ય માર્ગ દર્શનના અભાવે અધવચ્ચે શૈક્ષણીક કાર્ય છોડી દેવો પડે છે સમાજના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી પગભર થાય તેવા હેતુસર ટ્રસ્ટના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને દુર કરવાનો નિર્ધાર કરી શૈક્ષણિક ક્ષેત્રે સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને શીક્ષણની સારામાં સારી સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ સાથે સમાજના લોકો સમક્ષ એક વિચાર રજુ કર્યા હતો જેતે સમાજના દરેક આગેવાનોએ સ્વીકાર કરી તમામ આર્થિક મદદ પુરી પાડવા આહવાન કર્યું હતું. સમાજના આગેવાનો/વડીલોએ પોતાના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટેની જાગૃતી બતાવતા અદ્યતન ભવનના નિર્માણ માટે જમીન ફાળવવા રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી રજુ કરવામાં આવી હતી આ સમય દરમ્યાન રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી-ધંધુકા, પુર્વ સંસદસભ્ય (રાજયસભા) શંકરભાઈ વેગડ, પુર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પુર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારૈયા, પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર તેમજ અખીલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ ચંદ્વવદન પીઠાવાલા દ્વારા અભિયાનના ભાગ રૂપે માંગણી રજુ કરવામાં આવી હતી. સમાજના આગેવાનો દ્વારા રજુ કરવામાં આવેલ માંગણીને ધ્યાને લઈ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શૈક્ષણિક ભવનના નિર્માણ માટે સરકાર તરફથી મળતા તમામ લાભો આપવા અને ટ્રસ્ટને જમીન વહેલી તકે મળે તેમ જણાવતા હાજર આગેવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યા હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.