તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે ઘણા વર્ષો થી ધૂળ ખાતી ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલુ કરવા અને ગામમાં કચરાની પેટી લગાવવા અને ગંદકી દૂર કરાવવાટિમ ગબ્બર ની રજુવાત - At This Time

તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે ઘણા વર્ષો થી ધૂળ ખાતી ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલુ કરવા અને ગામમાં કચરાની પેટી લગાવવા અને ગંદકી દૂર કરાવવાટિમ ગબ્બર ની રજુવાત


તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામે ઘણા વર્ષો થી ધૂળ ખાતી ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલુ કરવા અને ગામમાં કચરાની પેટી લગાવવા અને ગંદકી દૂર કરાવવા બાબત ટીમ ગબ્બર ગુજરાતના કે એચ ગજેરા એડવોકેટ અને નયન ભાઈ જોષી એડવોકેટને ગામના લોકો પાસેથી ફરિયાદ મળી છે કે,ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામમાં છેલ્લા ૧ વર્ષથી કચરો એકઠો કરવા માટેની ગાડી બંધ છે.હાલ એ ગાડી અતિયારે ધુળ ખાય છેં.જેથી કચરાના ઢગલાઓ થાય છે.અને ગામના લોકો ગામની બહાર કચરો નાખવા જાય છેં ત્યાં ગંદકી ફેલાય રહી છે.હાલ ગામના અમુક વિસ્તારોમાં કચરાની પેટી લગાવેલ છેં તો આખા ગામમાં કચરાની પેટી લગાવવામાં આવે જેથી કરીને ગદકી ઓછી ફેલાય અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યોં હોવાથી રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે.આ ગંદકીના કારણે તાવ,શરદી,ઉધરસ, ડેન્ગ્યુ જેવા અનેક રોગો થવાની શક્યતા છે અને દર્દીઓમાં વધારો પણ થયો હોય અને રોગચાળો ફેલાવાની શક્યતા છે.સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે અને તેની ભરપૂર ગ્રાન્ટ પણ આપવામાં આવે છે આ ગામમાં કચરાની ગાડી ચાલુ કરવામાં આવે અન્યથા લોકો પાસેથી સફાઈવેરો ઉઘરાવવાનું બંધ કરવામાં આવે તેવી માંગ છે અને જરૂર જણાય તો પંચાયત દ્વારા નાણાંપંચની ગ્રાન્ટનો સદઉપયોગ કરી ગામમાં કચરાની ગાડી ચાલુ કરવામાં આવેતેવી માંગટિમગબ્બર દ્વારા કરવામાં આવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.