**ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયો**
*ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયો*
૦૦૦
*અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ લાવતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે*
૦૦
*પ્રશ્નોનો સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યા*
૦૦૦
દાહોદ:-. ઝાલોદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ ૧ ના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો
કલેક્ટરશ્રી એ ઝાલોદ ખાતેની મામલતદાર કચેરીએ અરજદારના પ્રશ્નો સાંભળ્યા હતા. આ પ્રશ્નોનો પણ કલેકટરશ્રી દ્વારા સુખદ ઉકેલ લાવવામા આવ્યો હતો. જેમાં અરજદારોએ બસ સ્ટોપ ફાળવણી, ભારે વરસાદને કારણે થયેલ નુકશાન, પ્રધાન મંત્રી આવાસ યોજના, જમીન સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ અરજદારના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા.
અરજદારોના વિવિધ પ્રશ્નોનો સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોના પ્રશ્નોનું અધિકારીશ્રીઓએ સંતોષજનક નિરાકરણ કર્યું છે.
આ સાથે જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ મામલતદાર કચેરી એ વિવિધ શાખાનું નિરીક્ષણ કર્યું હતું ટાંડી ગ્રામ પંચાયત ,ટાંડી પ્રાથમિક શાળાની મુલાકાત અને ટાંડી આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
આ વેળા એ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ.કે.ભાટિયા, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર,ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી શ્રી કે.એચ.ગઢવી,નાયબ મામલતદારશ્રી , લીમડી સર્કલ ઓફીસર શ્રી ,તલાટી શ્રી અને સરપંચ, આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.