બોટાદ જિલ્લાના કુંડલી નજીક રેલવે ટ્રેક પર કોઈએ ચાર ફૂટ લોખંડના પાઈપનો ટુકડો ઊભો કરી દીધો તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું બંધ - At This Time

બોટાદ જિલ્લાના કુંડલી નજીક રેલવે ટ્રેક પર કોઈએ ચાર ફૂટ લોખંડના પાઈપનો ટુકડો ઊભો કરી દીધો તે સમયે ભાવનગર જતી ટ્રેન અથડાતા એન્જિન થયું બંધ


(પ્રતિનિધિ:-ચેતન ચૌહાણ દ્વારા)
રાત્રિના ઓખા ભાવનગર 19210 ટ્રેન બોટાદના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલ્વે ટ્રેક પર મોડી રાત્રીના ટ્રેનનુ એન્જીન બંધ થયાની ઘટનાં બની હતી. અચાનક એન્જિન બંધ થઈ જતા ટ્રેન ત્રણ કલાક જેટલી સ્થળ પર પડી રહી હતી. ત્યારબાદ બીજું એન્જિન મંગાવી ગાડી રવાના કરાઈ હતીઆ સમગ્ર ઘટના અંગે તપાસ નો ધમધમાટ શરૂ થયો હતો જાણવા મળતી વિગત મુજબ રેલવે ટ્રેક પર કોઈ અસામાજિક તત્વો દ્વારા ચાર ફૂટ જેટલા પાટા નો ટુકડો ઉભોગ રાખી દેવામાં આવ્યો જેના કારણે એન્જિનને નુકસાન થયું હતું આ સમગ્ર ઘટનાને લઈને બોટાદ એસપી, ડિવાયેસપી, રેલ્વે અધિકારીઓ, રેલ્વે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ વધુ તપાસનો ધમધમાટ શરૂ કરી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.