જામનગર નજીક શેખપાટ ગામના પાટીયા પાસે ખુલ્લા પ્લોટ માં રેઢી પડેલી કારમાંથી ૨૦૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો
જામનગર નજીક શેખપાટ ગામના પાટીયા પાસે ખુલ્લા પ્લોટ માં રેઢી પડેલી કારમાંથી ૨૦૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો
રાજકોટ પાસિંગની કાર અને દારૂ સહિત ૪.૬૬ લાખનો મુદ્દા કબ્જે: કારના રજીસ્ટ્રેશન નંબર ના આધારે આરોપીની શોધખોળ
જામનગર- રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટીયા પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં રેઢી પડેલી એક કારમાંથી એલસીબી ની ટુકડીએ ૨૦૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ન જથ્થો અને કાર સહિત રૂપિયા ૪.૬૬ લાખની માલમતા કબજે કરી છે, જયારે રાજકોટ પાસિંગની કારના નંબરના આધારે દારૂના ધંધાર્થીની શોધખોળ હાથ ધરી છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર રાજકોટ રોડ પરથી એક કાર મારફતે ઈંગ્લીશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન એક પ્લોટમાં સફેદ કલરની સ્કોડા કાર નજર પડી હતી.
એલસીબી ની ટુકડી એ નજીક જઈને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત જીજે-૩ ઇ.આર. ૦૮૮૮ નંબરની કાર રેઢી પડેલી હતી. તે કારને ખોલીને અંદર નિરીક્ષણ કરતાં કારની અંદરથી ૨૦૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગલિશ દારૂ અને કાર સહીત રૂપિયા ૪,૬૬,૪૦૦ ની માલમતા કબ્જે કરી લીધી છે, અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં દારૂબંધી ભંગ અંગે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે, અને અજાણ્યા બુટલેગર ને ફરાર જાહેર કર્યા પછી કારના રજીસ્ટ્રેશન નંબર ના આધારે બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.