TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદની સતર્કતા, ફટાકડાના સ્ટોલધારકોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ., ફાયર NOC, વિમો લેવો પડશે - At This Time

TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદની સતર્કતા, ફટાકડાના સ્ટોલધારકોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ., ફાયર NOC, વિમો લેવો પડશે


રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાવચેત થઈ ગયેલ તંત્ર હવે કોઈ બાંધછોડ કરવા માગતું નથી. જેમ જન્માષ્ટમી લોકમેળાઓમાં અને નવરાત્રિ આયોજનોમાં ઢીલ મુકાઈ નથી તેવી જ રીતે હવે ફટાકડા સ્ટોલની મંજૂરી માટે પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિ. રજૂ કરવું પડશે. ફટાકડાના વેપારીઓએ પોલીસ વિભાગમાં લાઇસન્સ માટે અરજી કરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેની યાદી જાહેર કરવામા આવી છે. જેમાં ફટાકડાના વેચાણ સ્થળનું માપ, નકશો, ઈલેક્ટ્રિક યોગ્યતા અંગે વાયરમેનનું પ્રમાણપત્ર, ફાયર વિભાગની NOC, અગ્નિશામક યંત્રોનું લિસ્ટ, ફટાકડાના સ્ટોરમાં કામ કરતા માણસોના વિમા સહિતના અઘરા નિયમો દાખલ કરાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.