પીવાનું પાણી ન મળતા મહિલાઓએ કાલાવડ રોડ પર ચક્કાજામ કરી દીધો - At This Time

પીવાનું પાણી ન મળતા મહિલાઓએ કાલાવડ રોડ પર ચક્કાજામ કરી દીધો


કણકોટના પાટિયા પાસે હાઉસિંગ બોર્ડના લોકો અસુવિધા મુદ્દે આક્રમક

રહેવાસીઓ સવારે 8 વાગ્યે વિરોધ પર ઉતરતા 2 કિ.મી. ટ્રાફિકજામ થયો

રાજકોટને પાણી પૂરું પાડતા તમામ જળાશયો છલકાઇ ગયા છે ત્યારે છેલ્લા બે માસથી રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કણકોટના પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરના રહીશોને બે માસથી પીવાનું પાણી નહીં મળતા મંગળવારે સવારે 8 વાગ્યે વિસ્તારની મહિલાઓએ કાલાવડ રોડ પર ચક્કાજામ સર્જી દેતા બે-બે કિ.મી. લાંબી વાહનોની કતાર લાગી છે. સ્થળ પર પહોંચેલા મનપા અને પોલીસ અધિકારીઓએ ટેન્કરો શરૂ કરવાની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.