દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સફાઇ કરાઇ. - At This Time

દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત સફાઇ કરાઇ.


દાહોદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે ‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ મા વર્ષની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં "સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. ત્યારે "સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત દાહોદ જિલ્લામા વિવિધ તાલુકાઓમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે.

દાહોદના ગરબાડા તાલુકાના સાહડા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૪ અંતર્ગત મંદિર, જાહેર રસ્તાઓમાં સફાઈ કરવામાં આવી તેમજ સ્વચ્છતા વિશે માહિતી આપવામાં આવી તથા પ્રદુષણ વિશે સમજણ આપી હતી. ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિયમિત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવા આહ્વાન કરવામાં આવ્યુ હતુ. શહેર અને ગ્રામ્ય વિસ્તાર સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બને, રોગચાળા મુકત બને તે બાબતે સહિયારી જવાબદારી સાથે સ્વચ્છાગ્રહી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.