દિલ્હીમાં ભાડૂઆતના બાથરૂમ-બેડરૂમમાં લગાવ્યા કેમેરા:વોટ્સએપમાં ગરબડના કારણે યુવતીને શંકા થઈ; આરોપી મકાનમાલિકના પુત્રની ધરપકડ - At This Time

દિલ્હીમાં ભાડૂઆતના બાથરૂમ-બેડરૂમમાં લગાવ્યા કેમેરા:વોટ્સએપમાં ગરબડના કારણે યુવતીને શંકા થઈ; આરોપી મકાનમાલિકના પુત્રની ધરપકડ


દિલ્હીના શકરપુર વિસ્તારમાં એક મહિલા ભાડૂઆતની જાસૂસી કરવા બદલ 30 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકે યુવતીના બાથરૂમ અને બેડરૂમમાં સ્પાય કેમેરા લગાવી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ઉત્તર પ્રદેશની છે અને દિલ્હીમાં એકલી રહે છે અને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહી છે. આરોપી કરણ મકાન માલિકનો પુત્ર છે, જે તે જ બિલ્ડિંગના બીજા માળે રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા છેલ્લા કેટલાક દિવસોથી તેના વોટ્સએપ પર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ રહી હતી. જ્યારે તેણે એક્સપર્ટ પાસે પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે વોટ્સએપ એકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિએ લોગ ઈન કર્યું હતું. પીડિતાએ તેનું વોટ્સએપ લોગ આઉટ કર્યું. જ્યારે તેને શંકા ગઈ, તેણે તેના ફ્લેટની તપાસ કરી અને તેના બાથરૂમના બલ્બ હોલ્ડરમાં એક જાસૂસી કેમેરા મળ્યો. પીડિતાએ તરત જ પીસીઆરને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. બલ્બ હોલ્ડરમાં કેમેરા મળી આવ્યા
પોલીસ અધિકારી અપૂર્વ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળ્યા બાદ એક પોલીસ અધિકારીને યુવતીના રૂમમાં મોકલવામાં આવ્યો હતો. બાથરૂમ સિવાય બેડરૂમમાં તપાસ કરવામાં આવી હતી અને બલ્બ હોલ્ડરની અંદરથી એક સ્પાય કેમેરા મળી આવ્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે જ્યારે પણ તે તેના ઘરે જતી ત્યારે તેના માળની ચાવી મકાનમાલિકના પુત્ર કરણને આપતી હતી. 3 મહિના પહેલા કેમેરા લગાવવામાં આવ્યા હતા
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કરણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે લગભગ 3 મહિના પહેલા તેણે બલ્બ હોલ્ડરમાં સ્પાય કેમેરા લગાવ્યો હતો. બંને જાસૂસી કેમેરામાં મેમરી કાર્ડ લગાવેલું હતું, જેમાંથી ડેટા કાઢીને ટ્રાન્સફર કરી શકાતો હતો. આથી છેલ્લા કેટલાક સમયથી કરણ પીડિતા પાસે પંખો કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો રીપેર કરાવવાના બહાને સતત ઘરની ચાવી માંગતો હતો. પૂછપરછ દરમિયાન કરણે જણાવ્યું કે તેણે બલ્બ હોલ્ડરમાં લગાવવા માટે ત્રણ કેમેરા ખરીદ્યા હતા, જેમાંથી તેણે માત્ર બે જ સ્પાય કેમેરા લગાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી એક સ્પાય કેમેરા અને ઘરમાં લગાવેલા બંને સ્પાય કેમેરા કબજે કર્યા છે. આરોપીનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં સ્પાય રેકોર્ડ કરેલા વીડિયોને કેમેરામાં ટ્રાન્સફર કરતો હતો. આ સમાચાર પણ વાંચો... બેંગલુરુમાં એન્જીનીયરીંગ કોલેજના લેડીઝ ટોયલેટમાંથી કેમેરા મળ્યો, B.Tech વિદ્યાર્થીની ધરપકડ; ફોનમાંથી 15 મિનિટનો વીડિયો મળ્યો કર્ણાટકના બેંગલુરુમાં એક એન્જીનીયરીંગ કોલેજના લેડીઝ ટોયલેટમાંથી એક છુપો કેમેરો મળી આવ્યો છે. B.Techનો વિદ્યાર્થી રેકોર્ડિંગ કરતી વખતે રંગેહાથ ઝડપાયો છે. તે બાજુના ટોયલેટમાં છુપાઈને ફોનને વેન્ટીલેટરમાં રાખીને રેકોર્ડિંગ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એક યુવતીએ ફોન જોયો હતો. તેણી ઝડપથી બહાર આવી અને બાજુના શૌચાલયને તાળું મારી દીધું, જેમાં વિદ્યાર્થી છુપાયેલો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.