દેવભુમી દ્વારકામાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો - At This Time

દેવભુમી દ્વારકામાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો


દેવભુમી દ્વારકામાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

જામનગર

દેવભુમી દ્વારકાની ઇન્કમટેક્ષ કચેરીમાં આજે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાને રૂ. 3000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.

ફરિયાદીનું પાનકાર્ડ બે વાર બની જવાથી તેણે નવું પાનકાર્ડ રદ કરાવવા માટે ઇન્કમટેક્ષ કચેરીમાં જવું પડ્યું હતું. જ્યાં આરોપી ઇન્સ્પેક્ટરે ફરિયાદીને ધમકાવીને રૂ. 10,000ની પેનલ્ટી ભરવાનું કહ્યું હતું. બાદમાં આ રકમ ઘટાડીને રૂ. 3000 કરી દીધી હતી. ફરિયાદીએ આ બાબતે ACBનો સંપર્ક કરતાં આખો કૌભાંડ બહાર આવ્યો હતો. ACBએ ફરિયાદના આધારે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો છે. આરોપી ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત ACB દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાએ લોકોમાં રોષની લાગણી ફેલાવી છે અને સરકારને ભ્રષ્ટાચાર રોકવા માટે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.