પેન્શન લેવા વૃદ્ધાં હાથના સહારે 2 કિમી ચાલ્યાં!:ઓડિશાનાં 80 વર્ષનાં વૃદ્ધાએ કહ્યું- હું ચાલી શકતી નથી, છતાં અધિકારીએ ઓફિસ બોલાવી, વીડિયો વાઇરલ
અત્યારનો સંપૂર્ણ જમાનો ડિજિટલ ઈન્ડિયાના યુગમાં ચાલી રહ્યો છે. લોકો આંખના પલકારે પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે અને ઉપાડી રહ્યા છે, ત્યારે ઓડિશાના એક 80 વર્ષના મહિલાને પેન્શન મેળવવા માટે તડકામાં બે હાથ-પગ પર ઉઘાડા પગે કેટલાય કિલોમીટર ચાલવું પડ્યું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ઓડિશાના ક્યોંઝરમાં 80 વર્ષીય વૃદ્ધ મહિલાને પેન્શન મેળવવા માટે ઓફિસ સુધી 2 કિલોમીટર ચાલીને જવું પડ્યું. રાયસુઆન ગામમાં રહેતી પથુરી દેહુરી વૃદ્ધાવસ્થા અને બીમારીને કારણે બરાબર ચાલી શકતા નથી. વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને હોમ પેન્શન આપવાના સરકારી આદેશો છે. આમ છતાં તેમને પેન્શન લેવા માટે પંચાયત કચેરીએ જવું પડ્યું. આ ઘટના 21 સપ્ટેમ્બરે બની હતી, જોકે તેનો વીડિયો મંગળવારે વાઇરલ થયો હતો. ટાઈમ્સના રિપોર્ટ અનુસાર મહિલાએ કહ્યું કે, અમે પેન્શનના પૈસાથી અમારા રોજીંદા ખર્ચાઓને પહોંચી વળીએ છીએ. પંચાયત વિસ્તરણ અધિકારી (PEO) એ મને પેન્શનના પૈસા લેવા માટે ઓફિસ આવવા કહ્યું હતું. જ્યારે પેન્શન વહેંચવા ઘરે કોઈ આવ્યું ન હતું, ત્યારે મારી પાસે પંચાયત ઓફિસ પહોંચવા માટે 2 કિલોમીટર દૂર જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સરપંચે કહ્યું- આવતા મહિનાથી મહિલાઓને ઘરે પેન્શન અને રાશન મળશે રાયસુઆનના સરપંચ બગુન ચંપિયાએ જણાવ્યું કે, પથુરીના કેસની માહિતી મળ્યા બાદ પીઈઓ અને સપ્લાય આસિસ્ટન્ટને આવતા મહિનાથી પેન્શન અને રાશન તેમના ઘરે પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. ટેલકોઈના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ગીતા મુર્મુએ કહ્યું- અમે PEOને એવા લાભાર્થીઓને પેન્શન આપવા સૂચના આપી છે જેઓ ગ્રામ પંચાયત ઓફિસ સુધી પહોંચી શકતા નથી. 1 વર્ષ પહેલા 70 વર્ષની મહિલાનો વીડિયો વાઇરલ થયો હતો 2023માં પણ ઓડિશામાં આવો જ એક કેસ નોંધાયો હતો. 17 એપ્રિલ, 2023 ના રોજ એક વૃદ્ધ મહિલાને તેમનું પેન્શન લેવા માટે કાળઝાળ ગરમીમાં બેંકમાં જવું પડ્યું. નાણામંત્રી નિર્મલા સિતારમણે મહિલાનો વીડિયો શેર કર્યો હતો અને બેંકને કહ્યું હતું કે, બેંકવાળાઓએ માનવતા બતાવવી જોઈએ. હકીકતમાં, એપ્રિલ 2023માં વાઇરલ થયેલા એક વીડિયોમાં 70 વર્ષીય મહિલા સૂર્યા હરિજન તૂટેલી ખુરશીની મદદથી તડકામાં ચાલતી જોવા મળી હતી. તેમનો પુત્ર બીજા રાજ્યમાં મજૂરી કામ કરે છે. તે તેમના નાના પુત્ર સાથે રહે છે, જે અન્યના ઢોરની સંભાળ રાખે છે. તે ઝૂંપડીમાં રહે છે અને તેમની પાસે જમીન નથી. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો... આ સમાચાર પણ વાંચો... કેન્દ્ર સરકારે નવી પેન્શન યોજનાને મંજૂરી આપી, હવે જો તમે 10 વર્ષ પછી સરકારી નોકરી છોડશો તો તમને દર મહિને 10,000 રૂપિયા મળશે કેન્દ્ર સરકારે સરકારી નોકરી કરતા લોકો માટે નવી પેન્શન યોજનાને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પેન્શન યોજનાનું નામ યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.