યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે શુભેચ્છા મુલાકાત તથા બાળકો ને આઈસક્રીમ નું વિતરણ કરાયું - At This Time

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે શુભેચ્છા મુલાકાત તથા બાળકો ને આઈસક્રીમ નું વિતરણ કરાયું


(અજય ચૌહાણ દ્વારા)
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સંલગ્ન સેવા સંસ્થા યંગ જાયન્ટસ બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી- ૨૦૨૪ અંતર્ગત ઈશ્વરની સૌથી નજીક ના બાળકો જેને આપણે દિવ્યાંગ બાળકો કહીએ છીએ તેવા દેવદૂત સમાન બાળકો ની સંસ્થા આસ્થા સેન્ટર , સ્નેહ નું ઘર ,પાળીયાદ રોડ યોગીનગર બોટાદ ખાતે તા.૨૩/૯/૨૪ ના રોજ શુભેચ્છા મુલાકાત લઈ તમામ બાળકો ને આઈસ્ક્રીમ નું વિતરણ કરવામાં આવેલ.અને આસ્થા સંસ્થા ની પ્રવૃત્તિ ને બિરદાવવામાં આવેલ. આ પ્રસંગે યંગ જાયન્ટસ બોટાદ ના પ્રમુખ કુલદીપ વસાણી , જાયન્ટસ ફેડરેશન યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડીયા , સેક્રેટરી બ્રિજ દાણી ,આસ્થા સંસ્થાના બકુલા બેન ભીમાણી વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.