બોટાદમાં દિવ્યાંગને મળવાપાત્ર બીપીએલ રાશનકાર્ડ ફાડી નાખ્યું
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ શહેરના બાપુના બંગલા પાસે પોલીસ લાઇનની બાજુમાં રહેતા દિવ્યાંગ અરવિંદભાઈ ચિમનભાઈ સાંકળિયાએ બીપીએલ-અંત્યોદય રાશનકાર્ડ મેળવવા માટે તા.૧૮-૦૯-૨૦૨૪ ના રોજ જરૂરી આધાર-પુરાવા સાથે બોટાદ શહેર મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં અરજી કરી હતી. જ્યાં અધિકારીએ કહ્યું કે, ‘તમારે ગાંધીનગર કે પુરવઠા મંત્રી કે બિનેટ, સચિવાલયમાં જ્યાં જવું હોય ત્યાં જાવ, તમારું રાશનકાર્ડ અંત્યોદય નહીં થાય'. કોઈપણ અધિકારી અરજી સ્વીકારવા તૈયાર નથી. અધુરામાં પૂરું અસલ રાશનકાર્ડ પણ ફાડીને નાખી દીધું છે, જેનાં કારણે દર મહિને જે જથ્થો મળતો હતો તે પણ બંધ થઈ ગયો છે. આ અંગે કલેક્ટરને રજૂઆત કરીને ઘટતું યોગ્ય કરીને ન્યાય અપાવવા અરજદારે માગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.