ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ સખી તાલીમનો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગણેશ આશ્રમઅગિયાળી યોજાઈ - At This Time

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ સખી તાલીમનો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગણેશ આશ્રમઅગિયાળી યોજાઈ


વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા સંશોધન શિક્ષણ અને વિસ્તરણની
કામગીરી સરકારશ્રીના વિવિધ વિભાગો તેમજ લોકભાગીદારી સાથે થઈ રહેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ
મહામહીમ આચાર્ય દેવવ્રતજી અને યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. સી.કે ટીંબડિયા દ્વારા પ્રાકૃતિક ખેતીની મુહિમને ખૂબ
પ્રોત્સાહન પ્રેરણા અને માર્ગદર્શન મળી રહ્યા છે. જેના પરિણામે ગુજરાતમાં નવ લાખથી વધુ ખેડૂતોએ દેશી ગાય
આધારિત પ્રાકૃતિકખેતીની શરૂઆત કરેલ છે.
ગૂજરાતમા પ્રાકૃતિક ખેતીમા મહિલાઓની ભાગીદારી વધે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન
યુનિવર્સિટી, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને પ્રાકૃતિક કૃષિ સંયોજક સંગઠન ગુજરાતનાં ઉપક્રમે મેનેજ
હૈદરાબાદની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં કુલ ૧૨૬૯૯ પ્રાકૃતિક કૃષિ સખીઓને પાંચ દિવસીય તાલીમ આપવામાં
આવી રહેલ છે. જેના ભાગ રૂપે ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાની આ બીજી તાલીમમાં આજુ બાજુના ગામો વરલ
અગિયાળી અને ભડલી ગામોના કુલ ૩૦ સખીઓ સહભાગી થયા હતા. આ તાલીમ પ્રાકૃતિક ખેતીના પાંચ પાયાના
આયામો સાથે થિયરી અને પ્રગતિશીલ ખેડૂતના ખેતરે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ સાથે તાલીમના તમામ વિષયો ને આવરી લેવામાં
આવ્યા. તાલીમ આપનાર પ્રાકૃતિક ખેતીના અનુભવી અને વૈજ્ઞાનીક ખેડૂત શ્રી સુરેશભાઇ ગોરસીયા અને મનીષભાઈ
વ્યાસે સરળ ભાષામા દ્રષ્ટાંતો સાથે સહભાગી તાલીમ કરવામાં આવી. જિલ્લા વહીવટીય તંત્ર પણ આ તાલીમ
કાર્યક્રમમા સહભાગી હોવાથી ક્લસ્ટર કોડીનેટર મકવાણા ખુશાલભાઈ, કનોજીયા ગોપીબેન અને બરબસિયા
ક્રિષ્નાબેન જોડાયા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.