જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ બાળોતીયા બલ્ડ સર્વરોગ કેમ્પ તથા તમામ હોસ્પિટલમાં પ્રસુતાઓને નિશુલ્ક ટિફિન સેવા કાર્યનૅ બિરદાવતા મંત્રી બાવળીયા
પુસ્તક વિતરણ, વૃક્ષારોપણ, પિંજરા અને તમામ હોસ્પિટલમાં દર્દીઓના સગા વાલાઓને પણ સવારે અને સાંજે ટિફિન પહોંચાડે છે છતાં આ ટ્રસ્ટના પ્રમુખ કે ટ્રસ્ટીનું નામ ક્યારેય પણ આપવામાં આવતું નથી
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા કે જેઓએ પુરા જસદણના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સત સેવા સત્સંગથી સુધરે ઘણા અહીં નારાયણ નિત રટા થકી પામે શુભ ગતિ વાતો વચન વિવેકની કહે મુખથી ઘણા પણ વર્તનમાં એ પોતે જ નહીં તો વાણી થઈ ફના બાપા બજરંગ એ બુદ્ધિ આપજો જીવ કોઈને નડે નહીં સેવાહી કેવલ ધર્મ કોઈ નામના નહીં કોઈ હોદ્દા પદની ચાહના નહીં. આ સંસ્થા વર્ષોથી બાળ પ્રભુના વાધા બાળૉતીયા બલ્ડ કૅમ્પ સર્વરૉગ નિદાન કૅમ્પ, વુક્ષા રોપણ, પિંજરા, પાઠ્યપુસ્તકો નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપે છે. આ ઉપરાંત જસદણ શહેરની સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રસૂતાઓને તથા તેના સગા વહાલાઓને બપોરે તથા સાંજે નિશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સંસ્થા ઉનાળામાં વિવિધ જગ્યાઓ ઉપર પાણીના પરબ ઊભા કરી લોકોની તરસ છીપાવે છે. જેવા વિવિધ સામાજિક કાર્ય કરતી હોવા છતાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોણ છે તે આજ સુધીમાં પત્રકારોને પણ નથી જણાવ્યું અને તેના ટ્રસ્ટીઓ કેટલા છે અને કોણ છે તે પણ કોઈ દિવસ જાહેર કર્યું નથી. આમ નામ પદનો મોહ રાખ્યા વગર નિષ્કામ ભાવે સેવા કરતી આદર્શ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઇ બાવળીયાઍ ટ્રસ્ટની માનદ સેવા તથા સંસ્થાના યુવનોની કામગીરીને બીરદાવીને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.