વડાલીના નવા વાસ (ચાંડપ) થી શાહુડી નો શિકાર કરનાર છ વ્યક્તિને વન વિભાગ એ ઝડપ્યા
વડાલી ના નવા વાસ (ચાંડપ) થી શાહુડી નો શિકાર કરનાર 6 ને દ્વારા ઝડપાયા
વડાલી ફોરેસ્ટ વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા
વડાલી ફોરેસ્ટ વિભાગે નવાવાસ (ચાંડપ) ગામેથી શાહુડીના શિકાર કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓની કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે જામીન ના મંજૂર કરી 14 દિવસની જ્યુ. કસ્ટડી આપતા હિંમતનગર સબ જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ ફોરેસ્ટ વિભાગની ટીમને બાતમીના આધારે નવાવાસ ચાંડપ તથા જંગલની બાઉન્ડ્રી ઉપર વન્ય પ્રાણી શાહુડી નો શિકાર થતા ની જાણ થતા તપાસ હાથ ધરી હતી જ્યાં અહીંના વિસ્તારના સ્થાનિક કેટલાક લોકો ખોરાક માટે ઉપયોગમાં લેતા હોવાનું સામે આવ્યું હતું આ બાબતે વડાલી ફોરેસ્ટ ટીમ દ્વારા શાહુડીના શિકાર કરનાર 6 લોકોને ઝડપી પાડી ગુના સાથે સંકળાયેલા આરોપીઓની અટકાયત કરી હતી આરોપીઓએ ગુનો કબૂલતા સરકારી પંચો રૂબરૂ સ્થળ ઉપર લઈ જઈ રીકન્સ્ટ્રક્શનની કામગીરી કર્યા બાદ પ્રાથમિક તપાસ પૂર્ણ કરી શાહુડીને વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ-૧૯૭૨ તેમજ સુધારા અધિનિયમ- ૨૦૨૨ અંતર્ગત વડાલી કોર્ટમાં રજૂ કરાતા તમામ આરોપીઓના કોર્ટે જામીન ના મંજૂર કર્યા હતા અને દિન 14 ની જ્યુ. કસ્ટડી માટે હિંમતનગર સબજેલ મોકલી અપાયા હતા
આ બાબતે વડાલી ફોરેસ્ટ વિભાગના RFO તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી અહીંના વિસ્તારોમાં શાહુડીના શિકાર વિશેની ફરિયાદો ઉઠી હતી આ બાબતે અમારી ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને ખોરાક માટે ઉપયોગમાં લેતા સ્થાનિક છ જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે
ઝડપાયેલા આરોપીઓ -
કિરણસિંહ કાંતિસિંહ ઝાલા
તેજસિંહ સેધસિંહ ડાભી
રાજુસિંહ બાબુસિંહ ડાભી
ગંગુ સિંહ સુરજસિંહ ડાભી
ગલસિંહ રામસિંહ ડાભી અને
વિજયસિંહ પાનસિંહ ડાભી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.