ભાવનગર શહેર, ઘોઘા રોડ (બી ડીવીઝન) પોલીસ સ્ટેશનમાં સને-૨૦૦૦માં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં અને છેલ્લાં નવેક વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન *પો.કો. કેવલભાઇ સાંગા બાતમી મળેલ કે,* ભાવનગર શહેર, ઘોઘા રોડ (બી ડીવીઝન) પોલીસ સ્ટેશનમાં સને-૨૦૦૦માં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં સજા ભોગવતાં છેલ્લાં નવેક વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી ભરતદાન શીવદાનભાઇ ગઢવી રહે.દેવગાણા તા.સિહોર જી.ભાવનગરવાળા હાલ-સુરત, સાંઢીયાર ગામ પાસે આવેલ કુમકુમ સોસાયટીમાં રહે છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ સુરત ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબના ફર્લો રજા ઉપરથી ફરાર પાકા કામના કેદી હાજર મળી આવેલ.જેથી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભાવનગર ખાતે લાવી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપી આપવામાં આવેલ.
*પાકા કામના કેદીઃ-*
ભરતદાન શિવદાન રેઢ ઉ.વ.૫૦ ધંધો-જમીન દલાલી રહે.રૂમ નં.૧૦૭, કુમ કુમ સોસાયટી, રમેશભાઇ પટેલના મકાનમાં, ઓલપાડ રોડ, સુરત મુળ-દેવગાણા તા.સિહોર જી.ભાવનગર
*સજા થયેલ ગુન્હાની વિગતઃ-*
ભાવનગર શહેર, ઘોઘા રોડ (બી ડીવીઝન) પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૯૩/૨૦૦૦ ઇ.પી.કો કલમ-૩૦૨ વિગેરે જી.પી.એકટ કલમઃ-૧૩૫ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.