સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત બોટાદના તરઘરા ગામે સફાઈ કામગીરી હાથ ધરાઈ - At This Time

સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત બોટાદના તરઘરા ગામે સફાઈ કામગીરી હાથ ધરાઈ


(ચેતન ચૌહાણ બોટાદ દ્વારા)
સ્વચ્છતા હી સેવા અભિયાનના 10માં તબક્કા હેઠળ ઉજવવામાં આવતા સ્વચ્છતા પખવાડીયાના ભાગરૂપે સમગ્ર બોટાદ જિલ્લામાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ તાલુકાના તરઘરા ગામે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તરઘરા ગામમાં તમામ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે કચરાના ઢગલાનો યોગ્ય નિકાલ કરીને રસ્તાઓને પણ સ્વચ્છ કરવામાં આવ્યા હતા. આ તકે ગ્રામ પંચાયત દ્વારા તરઘરા ગ્રામવાસીઓને સાથે રાખીને સમગ્ર ગામમાંથી કચરાનો નિકાલ કરી ગામને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.