વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી ટીમ - At This Time

વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી ટીમ


(ચેતન ચૌહાણ બોટાદ)
ભાવનગર રેન્જ આઈજી દ્વારા પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસવડા કે. એક બળોલીયા સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે પ્રોહીબીશન ના ગુન્હામાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા ની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને બોટાદ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓ દ્વારા પ્રોહીબીશન ના ગુનાઓમાં સંડોવાયેલ વિજયભાઈ ગોરધનભાઈ શેખલીયા ઉ.વ.૩૯ રહે સમઢિયાળા નં-૧ તા.જી.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય સાહેબ નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા મજકુર વિજયભાઇ ગોરધનભાઈ શેખલીયા ઉ.વ.૩૯ રહે સમઢિયાળા નં-૧, તા.જી.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.