કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરના ડીઆરએમ સાથે રેલવેના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી - At This Time

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરના ડીઆરએમ સાથે રેલવેના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી


(ચેતન ચૌહાણ દ્વારા)
ભાવનગરના માનનીયા સાંસદ અને કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ કેન્દ્રીય મંત્રી,ભારત સરકાર શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણીયાએ 22 સપ્ટેમ્બર, 2024 (રવિવાર)ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર સાથે રેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.તેમણે ભાવનગરથી સુરત દૈનિક ટ્રેન દોડાવવા, ભાવનગર-ગાંધીગ્રામ ઈન્ટરસીટી ટ્રેનને ધોળા સ્ટેશન પર સ્ટોપેજ આપવા, ભાવનગરથી સુરેન્દ્રનગર થઈને દોડતી કેટલીક ટ્રેનોને બોટાદ-ગાંધીગ્રામ થઈને દોડાવવા જેથી મુસાફરોનો સમય અને નાણાં બચાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ભાવનગર શહેરના કુંભારવાડા રેલ્વે ફાટક પર ચાલી રહેલી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવી હતી. બેઠકમાં સોનગઢ, સિહોર, પાલિતાણા, બોટાદ વગેરે સ્ટેશનો પર અમૃત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ભાવનગરના પુનઃવિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર સંસદીય મતવિસ્તારમાં ઓવરબ્રિજ/અંડરબ્રિજના કામો માંગણી મુજબ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સેક્રેટરી જાગૃતિ સિંગલા, ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, ભાજપ મહામંત્રી અભયભાઈ ચૌહાણ અને રેલ્વે વતી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો.) મનિષ મલિક,સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર સી.આર.ગરૂડા અને સહાયક સુરક્ષા આયુક્ત એલ. બી.સિંહ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.