જામનગર નજીક સપડા ડેમમાં નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકીના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ - At This Time

જામનગર નજીક સપડા ડેમમાં નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકીના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ


જામનગર નજીક સપડા ડેમમાં નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકીના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ

જામનગર નજીક સપડા ડેમમાં રવિવારે સાંજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૂણ મૃત્યુ નીપજયું છે. જેથી યુવાનના પરિવારમાં માતમ છવાયો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતો શહેજાદ સુમારભાઈ શેખ નામનો ૧૮ વર્ષનો યુવાન પોતાના જ અન્ય બે મિત્રો સાથે રવિવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગર થી સપડા ડેમ પાસે ગયો હતો, અને ત્રણેય યુવાનો ડેમના પાણીમાં નાહવા માટે પડ્યા હતા.
દરમિયાન શહેજાદ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને ડૂબવા લાગ્યો હતો. આ વેળાએ તેના અન્ય બે મિત્રો કે જેઓ કિનારા પર હતા, અને બુમા બુમ કરી હતી, પરંતુ શહેજાદ ઉંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. જેથી તૂરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
આથી ફાયર શાખાના ભરત ગોહેલ, રણજીત પાદરીયા, રાજદીપ ઝાલા અને ભારત જેઠવા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ડેમના પાણીને ફંફોળવાનું શરૂ કર્યું હતું. દસેક મિનિટની જહેમત બાદ શહેઝાદ ને પાણીમાંથી શોધી કાઢ્યો હતો. જેને બહાર કાઢીને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો. જેથી સમગ્ર પરિવારમાં અને મિત્ર વર્તુળમાં માતમ છવાયો છે.

આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલ દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.