બોલનાર ગપ્પા મારે ને સાંભળનાર ફુલાય જાય કે ભારત વિશ્વ ની સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ છે વચને કિ દરિદ્રતા વચન આપવા માં વળી શી કંજુસાઈ કાશ્મીર વિધાનસભા માં દરેક વૃદ્ધ મહિલા ને વાર્ષિક ૧૮૦૦૦ નું વચન વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૨૪ ભારત નિન્મ મધ્યમ આવક ધરાવતા દેશ ની સ્થિતિ માં વર્ષ ૨૦૦૭ થી છે - At This Time

બોલનાર ગપ્પા મારે ને સાંભળનાર ફુલાય જાય કે ભારત વિશ્વ ની સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ છે વચને કિ દરિદ્રતા વચન આપવા માં વળી શી કંજુસાઈ કાશ્મીર વિધાનસભા માં દરેક વૃદ્ધ મહિલા ને વાર્ષિક ૧૮૦૦૦ નું વચન વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૨૪ ભારત નિન્મ મધ્યમ આવક ધરાવતા દેશ ની સ્થિતિ માં વર્ષ ૨૦૦૭ થી છે


બોલનાર ગપ્પા મારે ને સાંભળનાર ફુલાય જાય
કે ભારત વિશ્વ ની સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ છે

વચને કિ દરિદ્રતા વચન આપવા માં વળી શી કંજુસાઈ

કાશ્મીર વિધાનસભા માં દરેક વૃદ્ધ મહિલા ને વાર્ષિક ૧૮૦૦૦ નું વચન

વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૨૪ ભારત નિન્મ મધ્યમ આવક ધરાવતા દેશ ની સ્થિતિ માં વર્ષ ૨૦૦૭ થી છે

દેશ ની અનેક સિદ્ધિ ઓ રામાયણ કે ભાગવત ના ગ્રન્થ કરતા પણ વધુ છે પણ સાથે ટુટી ઓ પણ છે અનેક ખૂબી ઓથી ખૂશ થઈ જઈ છીએ પણ ખામી ઓ છુપાવી દેવામાં માહેર નેતા ઓ માત્ર સિધ્ધિ ઓનો જોરશોર થી પ્રસાર પ્રસાર કરતા રહે છે
વિશ્વ ની સૌથી મોટી અર્થ વ્યવસ્થા ની વાત માં તથ્ય કેટલું ? તાજેતર માં વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ ૨૦૨૪ ભારત નિન્મ મધ્યમ આવક ધરાવતા દેશ ની સ્થિતિ માં WDR ૨૦૨૪ ઇન્કમ ટ્રેપ ના રિપોર્ટ માં વર્લ્ડ બેંક દ્વારા પ્રકાશિત મિડલ ઇન્કમ વાર્ષિક માથાદીઠ આવક GDP માધ્યમ આવક ધરાવતા દેશ ની યાદી માં વર્ષ ૨૦૦૭ થી છે વર્ષ ૨૦૨૩ ના અંત સુધી માં મધ્યમ આવક ધરાવતા ૧૦૮ દેશો છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ની માથા દીઠ આવક ના એક ચતૃથાશ સુધી પહોંચવા માં ભારતે લગભગ ૭૫ વર્ષ લાગશે વર્ષ ૨૦૦૭ માં ભારત લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ LMIC ઓછી મધ્યમ આવક ધરાવતા દેશ ના સમૂહ માં સામેલ છે ભારત ની વ્યક્તિ દીઠ ૨૫૪૦ તેની વર્તમાન ગ્રોસ નેશનલ ઇન્કમ GNI સાથે ના ગ્રુપ માં છે આ માટે રોકાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નિમ્ન આવક ધરાવતા દેશો એ વિદેશી ટેકનોલોજી અપનાવવી શરૂ કરવી અર્થતંત્ર વ્યાપક બનાવવા ધ્યાન આપવું ટેકનોલોજી ટ્રાન્સફર ઉપરાંત ઇનોવેશન માં આગળ વધવું જોઈએ અત્યારે વર્ષ ૨૦૨૪ માં ભારત નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશ ના વર્ગીકૃત છીએ
વોકલ ફોર લોકલ ના નારા વચ્ચે ચીન થી આયાત ઉતરોતર વધી રહી છે એકબાજુ ચીન ના માલ સમાન ના બહિષ્કાર ની મુહિમો અને સૂફીયાણી સલાહ વચ્ચે સૌથી વધુ ચીની માલ સમાન ની વધતી આયાત વધી રહી છે નાણાંકીય વર્ષ ૨૦૨૩/૨૪ માં નેધરલેન્ડ એ ભારત નું ત્રીજું મોટું નિકાસ બજાર બન્યું આ ખુશી ની વાત છે ટોચ ના ૧૦ વેપારી ભાગીદારો માં ૯ ભારત સાથે નો વેપાર યુનેસ્કો ની યાદી માં દેશ ના અનેક ધરોહર નો સમાવેશ દેશ માં ઓલમ્પિક રિસર્ચ સેન્ટર નું
ગાંધીનગર ખાતે (BCORE) થયું સૌથી વધુ રોકાણ સિગાપોરે ભારત માં કર્યું FDI ફોરન ડિપોઝીટ ઇન્વેસ્ટમેન્ટ જેવી બાબતો માં ચોક્કસ ગૌરવ લઈ એ છીએ પણ UNCTAD વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ ૨૦૨૪ માં વર્ષ ૨૦૨૩ ના પ્રવાહ માં FDI માં ૪૩% ધટાડો થયા નું યુનાઇટેડ નેશન્સ કોન્સફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ માં પ્રકાશિત રિપોર્ટ કહે છે
ચાઈલ્ડ ન્યુટ્રીશન ના રિપોર્ટ માં વર્ષ ૨૦૨૪ માં વિશ્વ નું દરેક ચાર માંથી એક બાળક બાળ ભોજન માં અભાવ માં જીવે છે તે પણ ચોંકાવનારી હકીકત છે ભારત ગ્લોબલ ઇકવિટી માં હોંગકોંગ ને પાછળ રાખી માર્કેટ માં ચોથા સ્થાને આવ્યું આ વાત ભલે ગૌરવ કરવા જેવી હોય પણ દેશ માં દરેક નાગરિક ની હામદાની વધી સરેરાશ માથા દીઠ આવક વધે અનેક પ્રકાર ના ઉત્પાદનો ના નિકાસ માં ભારત પ્રથમ હરોળ માં આવે આવી ઉદારીકરણ ની નીતિ ક્યારે અપનાવશે ? સૌથી વધુ યુવાનો દેશ સૌથી બેસ્ટ હુન્નર કૌશલ્ય સૌથી વધુ શ્રમ કરનારી હડ ઇમ્યુનિટી ઘણું ઘણું છે પણ કદરદાન નથી એક સમયે અતિ ભૂખમરી ભોગવતા દેશ ચીન ની ઉદારનીતિ એ વૈશ્વિક બજાર સર કર્યું આપણે ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવાની વૃત્તિ યોગ્ય સમયે નિકાસ નહિ થવા થી ખેડૂતો ને પાયમાલ કરવા તૈયાર સત્તાધીશો પાછળ થી માફી માંગે ડુંગળી ની નિકાસ અમારી ભૂલ હતી લે આલે આ પહેલી વાર છે ? દેશ માં ડુંગળી ની અછત સર્જાય તો સરકાર ની નિષ્ફળતા છતી થાય ને ?આવું જ કપાસ પકવતા ખેડૂતો માટે કરાય રહ્યું છે યોગ્ય સમયે યોગ્ય ભાવ નહિ મળવા પાછળ સત્તાધીશો દેશ માં અછત સર્જાય તો ? ખુરશી ખતરા માં આવી જવા નો ભય ચૂંટણી સમયે વચન આપવા માં ગમે તેવા વચનો આપી દે વચને કિ દરિદ્રતા વચન આપવા માં શુ વાંધો ? અત્યારે કાશ્મીર વિધાન સભા માં વૃદ્ધ મહિલા ને વાર્ષિક ૧૮ હજાર બે ગેસ સિલિન્ડર ફ્રી આપવાનું વચન ક્યાં બાપ નું છે ? પ્રજા ના પેસા થી પોળા થતા નફ્ફટ નેતા ઓ દેશ ના કુલ રેવન્યુ ના મોટા ભાગ ના નાણાં રેવડી કલ્ચર પાછળ ખર્ચ કરી રહયા છે નૃપ થયો દયા વહીન ધરા થઈ રસ વહીન ખેડૂતો નો ખેતી પ્રત્યે લગાવ કેમ ઘટી રહ્યો છે કૃષિ પ્રધાન દેશ માં કૃષિકારો નું ધોર શોષણ કરતી નીતિ ઓ ઉદ્યોગકારો ના ખોળા બેસવા ની હોડ ચાલી રહી છે પણ યાદ રાખજો ખેડૂત નહિ બચે તો તમારા મહેલો પણ સલામત નથી
મને એ સમજાતું નથી શાને આવું થાય છે ? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને તે જ રણ માં ધૂમ મુશળધાર વરસી જાય છે ઘર વિના ધુમે હજારો ઠોકરતા ઠેર ઠેર ને ગગનચુંબી મહેલો જનસુના રહી જાય છે દેવડી એ દંડ પામે ચોર મુઠી જાર ના લાખ ખાંડી લૂંટનાર મહેફિલ મંડાય છે કામ ધેનુ ને મળે ના એક તણખલું ને લીલા છમ ખેતરો સૌ આખલા ચરી જાય છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.