મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ - At This Time

મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ


મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ અને ગુલાબસિંહ ચૌહાણે વીજળી, સિંચાઇ, સ્ટ્રીટલાઈટ, આરોગ્ય, આવાસ યોજનાના હપ્તા બાબતે અને ચોમાસા દરમયાન ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા અંગેના પ્રશ્ન રજૂ કર્યા હતા જેને કલેક્ટરશ્રીએ સમયમર્યાદામાં નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં અગાઉ યોજાઇ ગયેલ રાત્રિ સભાના પ્રશ્નોનું નિરાકરણ ના આવ્યું હોય તે પ્રશ્નોનું સમીક્ષા કરવામાં આવી હતી અને કલેટરશ્રીએ તમામ પ્રશ્નોનું ઝડપથી નિકાલ થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા હતા.

સંકલન બેઠકના દ્વિતીય તબક્કામાં જિલ્લાના વિવિધ કચેરીઓને પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગેના પ્રેઝનટેશનમાં કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી જેમાં બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીઓના નિકાલ, તાબાની કચેરીનું નિરીક્ષણ, સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેસ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા અને સોશિયલ મીડિયા ડિરેકટરી બનાવવા અધિકારીશ્રીઓને તાકીદ કર્યા હતા.

આ ઉપરાંત બેઠકમાં ગરીબ કલ્યાણ મેળા અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી અને સમયમર્યાદામાં તમામ ડેટા એન્ટ્રી થય જાય તે માટે સૂચનો કર્યા હતા. સાથે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા,પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ,ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.