ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ... - At This Time

ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ…


બ્રિજેશકુમાર પટેલ,
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ

ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે, જિલ્લા વહીવટી તંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરે જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યો ધ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવા કલેક્ટરે સબંધિત વિભાગોને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટરે પ્રજાના પ્રતિનિધિઓ ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહીને સત્વરે ઉકેલ લાવવા અધિકારીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશભાઇ મિસ્ત્રી, રીતેશભાઇ વસાવા અને ડી.કે.સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ, જિલ્લા પોલીસ વડા મયુરભાઇ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફીસરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.