ધરોઈમાં પાણીનો ગ્રોસ જથ્થો ૮૦.૪૮ ટકા, જથ્થો ૬૫૪.૩૯ MCM પહોંચ્યો - At This Time

ધરોઈમાં પાણીનો ગ્રોસ જથ્થો ૮૦.૪૮ ટકા, જથ્થો ૬૫૪.૩૯ MCM પહોંચ્યો


ધરોઈ જળાશયમાં પાણી સંગ્રહિત કરવાની ગ્રોસ ક્ષમતા સામે ૮૦.૪૮ ટકા પાણી એકત્રિત થયું છે. ધરોઈ ડેમમાં પાણી સંગ્રહિત કરવાની ગ્રોસ ક્ષમતા ૮૧૩.૧૪ મિલિયન ઘનમીટર છે. ગ્રોસ જળ પુરવઠો એકત્રિત કરવાની આ ક્ષમતા સામે ૬૫૪.૩૯ મિલિયન ઘનમીટર પાણી એકત્રિત થયું છે. જળાશયમાં પાણીનો ૭૪૫.૬૩ મિલિયન ઘનમીટર જીવંત જથ્થો એકત્રિત કરવાની ક્ષમતા છે. આ ક્ષમતાની સાપેક્ષામાં ૫૮૬.૮૮ મિલિયન ઘનમીટર જીવંત જથ્થો એકત્રિત થયો છે. જે ક્ષમતાની સરખામણીમાં ૭૮.૭૧ ટકા જેટલો છે. આમ, ધરોઈ ડેમમાં એકત્રિત ગ્રોસ જથ્થો અને પાણીનો જીવંત જથ્થો વચ્ચે ૧.૭૭ ટકાનો તફાવત છે. હાલમાં એકત્રિત પાણીના જથ્થા પૈકી ૧.૭૭ પાણી અનામત રાખવું પડશે. નોંધપાત્ર છે કે. ઉ.ગુજરાતનાં જળાશયોમાં સૌથી વધુ પાણી અરવલ્લીના ડેમોમાં એકઠું થયું છે. જેની ટકાવારી ૮૯.૭૯ ટકા જેટલી છે. ટકાવારીની દૃષ્ટિએ અરવલ્લી સૌથી આગળ છે. જયારે પાણીના જથ્થાની દ્રષ્ટિએ મહેસાણા જિલ્લો પ્રથમ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં જળાશયોમાં ગ્રોસ પાણીનો જથ્થો ૨૩૨.૩૫ મિલિયન ઘનમીટર એકઠું થયું છે જેની ટકાવારી માત્ર ૩૯.૬૨ ટકા છે. જયારે સાબરકાંઠા જિલ્લામાં માત્ર ૭૧.૪૫ મિલિયન ઘનમીટર જથ્થો એકત્રિત થયો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૬૮.૭૮ ટકા ગ્રોસ જથ્થો તેમજ ૬૬.૩૧ ટકા જીવંત જથ્થો એકત્રિત થયો છે. ઉત્તર ગુજરાતમાં જળાશયોમાં પાણી સમાવવાની ક્ષમતા ૧૯૨૯.૨૦ મિલિયન થનમીટર છે. આ ક્ષમતા સામે ૧૩૨૬.૯૦ મિલિયન થન મીટર પાણી એકત્રિત થયું છે.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.