સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૨૧-૦૯-૨૦૨૪ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે અવેડાગેટ, કન્યાશાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ - At This Time

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૨૧-૦૯-૨૦૨૪ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે અવેડાગેટ, કન્યાશાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ


(અસરફ જાંગડ દ્વારા)
આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે તા.૨૧-૦૯-૨૦૨૪ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે અવેડાગેટ, કન્યાશાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ. ચિત્ર સ્પર્ધામાં સ્વચ્છતા બાબતેના ચિત્રો વિદ્યાર્થીઓ દવારા દોરવામાં આવેલ હતા. જેમાં ચંદુભાઈ સાવ-જાયન્ટ્સ ગ્રુપ હાજર રહેલ.અને તમામ વિધાર્થીઓને કંપાસ બોક્ષનું વિતરણ કરવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્મને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.