શ્રીનાથ કો.ઓપરેટીવ ક્ર્રેડીટ સોસાયટી મોડાસાની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ - At This Time

શ્રીનાથ કો.ઓપરેટીવ ક્ર્રેડીટ સોસાયટી મોડાસાની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ


મોડાસા નગરની અગ્રગણ્ય સંસ્થા શ્રીનાથ કો.ઓપરેટીવ ક્ર્રેડીટ સોસાયટીની ૨૮ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન શ્રી વિરેનભાઈ એચ. શાહ ના અધ્યક્ષ સ્થાને તા:૧૪/૦૯/ર૦ર૪ ને શનિવાર ના રોજ શ્રીમતિ સી. કે. શાહ સભાગૃહ સર્વોધ્ય-મોડાસા હાઈસ્કુલ કંપાઉન્ડ માં મોડાસા મુકામે મળી હતી જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈ-બહેનો ઉપસ્થિત રહયા હતા. જેમાં સૌ પ્રથમ મંડળીના ચેરમેનશ્રી વિરેનભાઈ એચ શાહ સ્વાગત પ્રવચન કર્યું તથા મંડળી ના પ્રગતિનો ટૂંકમાં અહેવાલ આપ્યો.મંડળી ના મેને.ડીરેક્ટર શ્રી કામેશભાઈ બી શાહએ એજન્ડા નું વાંચન કર્યું તથા અવસાન પામેલ શેર હોલ્ડરોને બે મિનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવી. મેને.ડિરેકટર શ્રી બિપીનભાઈ સી. શાહએ ગત સાધારણ સભાનું પ્રોસિડીંગ વંચાણ કર્યું તથા વર્ષ:ર૦ર3–ર૪ નો ઓડીટ રીપોર્ટ નું વાંચન કરી હિસાબો મંજૂર કરાવ્યા તથા ૧ર ટકા ડિવિડન્ડની બહાલી લીધી તથા તા.૩૧/૦૩/ર૦ર૪ ના રૂા.૬૬,૨૦,૯૮૫/– ચોખ્ખો નફાની ફાળવણી ની બહાલી લેવામાં આવી. વા. ચેરમેનશ્રી શ્રી નીખીલભાઈ એસ. શાહે મંડળીના મકાન ના કામકાજ ની કાર્યવહી નો અહેવાલ આપ્યો તથા ટૂંકસમય માં આપણીમંડળી લોકર્સ ની સુવિધા સાથે ના પોતાના મકાનમાં કામકાજ કરશે તેવી ખાત્રી આપી. આભાર વિધિ મેને. ડિરેકટર શ્રી કામેશભાઈ બી. શાહે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના મેનેજરશ્રી પ્રકાશભાઈ કે. શાહે તથા તેમની ટીમે કર્યું હતું.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.