બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શ્રી પ્રમુખ સ્વામિ વિદ્યાલય શાળા નંબર 2 મા હાઇજીન તેમજ સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે. એફ. બળોલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ શ્રી પ્રમુખ સ્વામિ શાળા નંબર 2 મા વિદ્યાર્થી બેહનો સાથે મેન્સ્ટયુઅલ હાઇજીન અને પોષણ અંગે તેમજ કાયદાકીય માર્ગદર્શન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં બેહનો ને મેન્સ્ટયુઅલ હાઇજીન બાબતે નુકશાનકારક ગેરમાન્યતાઓ તેમજ સ્વાસ્થ્ય પર પડતી અસરો ના મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ સાથે પૌષ્ટિક આહાર વિષે સમજ કરેલ જંગ ફૂડ જેવા ખોરાક નો ઉપયોગ ટાળવો તેના વિષે વિસ્તૃત સમજ કરવામાં આવેલ આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પી.આર. મેટલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ શી ટીમ ની કામગીરી તેમજ પેટ્રોલિંગ બાબતે માહિતી આપેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ની કામગીરી પોસ્કો એક્ટ તેમજ વધતા જતા સોશ્યિલ મીડિયાના ઉપયોગ અંગે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, દરેક એપ મા પ્રાયવર્સી સેટિંગ તેમજ બિન જરૂરી ઉપયોગ ટાળવા અંગે સમજ કરેલ પ્લે સ્ટોર માંથી **સંકટ સખી એપ્લિકેશન** ડાઉન્લોઅડ કરી તેના ઉપયોગ અંગે વિસ્તૃત જણાવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે તેમજ મુશ્કિલ ના સમય દરમ્યાન કઈ રીતે મદદ મેળવવી ઉપરાંત વિકટ પરિસ્થિતિ મા 181 એપ્લિકેશન ના પેનિક બટન તેમજ વિડિઓ ઉતારવા અંગે ઊંડાણ પૂર્વક સમજ કરેલ મહિલાઓ ને સખી વાસ્ટોપ સેન્ટર મા અપાતા આશ્રય સુરક્ષા તેમજ કાઉન્સેલિંગ, મેડિકલ, કાયદાકીય વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી, વિધવા પેંશન, મહિલા સ્વાવ લંબાન, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન વગેરે યોજનો વિષે માહિતી આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન શાળા ના આચાર્ય તેમજ શિક્ષક ગણ ઉપસ્થિતિ રહેલ કાર્યક્રમ મા ઉપસ્થિત તમામ વિદ્યાર્થી બેહનો ને સેનેટરી પેડ નુ વિતરણ કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.