રાજકોટ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારના રોડ-રસ્તા રીપેરીંગ કામગીરી શરૂ. - At This Time

રાજકોટ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારના રોડ-રસ્તા રીપેરીંગ કામગીરી શરૂ.


રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓમાં ગાબડાં પડી જતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સાથોસાથ વિવિધ વોર્ડ વિસ્તારમાં મળેલી ફરિયાદોને આધારે વરસાદ અટકી જતા સત્વરે રોડ-રસ્તા રીપેરીંગ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. રાજકોટના વોર્ડનં.૧૫માં ૮૦ ફૂટ રોડ પર હાલ મેટલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. મેટલીંગ ઉપરાંત મશીન દ્વારા રોડ પર કોન્ક્રીટ કામગીરી પણ કરવામાં આવી રહી છે. વોર્ડનં.૬માં દૂધસાગર રોડ પર ખાડાઓમાં મેટલીંગ તેમજ પેવર બ્લોક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂરી જગ્યાએ સિમેન્ટ વર્ક દ્વારા કુંડી આસપાસ રોડ રીપેરીંગ કામગીરી કરવમાં આવી રહી છે. મુખ્યમંત્રી દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલાં રોડ- રસ્તાની મરામત સત્વરે શરૂ કરી દેવાની સૂચના આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં હાલ જોરશોરથી રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.