પ્રિયંકાએ કહ્યું- PMએ વડીલોનું સન્માન કરવું જોઈએ:PMએ નડ્ડાજી પાસે કેમ પત્ર લખાવ્યો, પોતે જ જવાબ આપ્યો હોત; આજના રાજકારણમાં ઝેર ભળી ગયુ છે - At This Time

પ્રિયંકાએ કહ્યું- PMએ વડીલોનું સન્માન કરવું જોઈએ:PMએ નડ્ડાજી પાસે કેમ પત્ર લખાવ્યો, પોતે જ જવાબ આપ્યો હોત; આજના રાજકારણમાં ઝેર ભળી ગયુ છે


​​​​​​પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા જેપી નડ્ડાના પત્રની ટીકા કરી હતી. પ્રિયંકાએ કહ્યું- જો વડાપ્રધાનને વડીલોનું સન્માન કરવામાં વિશ્વાસ હોત તો તેમણે પત્રનો જવાબ પોતે જ આપ્યો હોત. પીએમ મોદીએ જેપી નડ્ડાને પત્ર મોકલીને તેમનું અપમાન કર્યું છે. આખરે 82 વર્ષના સીનિયર નેતાને અપમાનિત કરવાની શું જરૂર હતી? આ પત્રનો વિવાદ 17 સપ્ટેમ્બરે શરૂ થયો હતો. જ્યારે ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું હતું કે ભાજપ અને સાથી પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી માટે સતત વાંધાજનક અને હિંસક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આપને વિનંતી છે કે આવા નેતાઓ પર લગામ લગાવો. એક દિવસ બાદ જેપી નડ્ડાએ પણ પત્ર લખીને જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું - એક એવો વ્યક્તિ કે જેનો ઇતિહાસ છે કે દેશના વડાપ્રધાન સહિત સમગ્ર ઓબીસી સમુદાયને ચોર કહીને દુર્વ્યવહાર કર્યો. તમે કઈ મજબૂરીમાં રાહુલ ગાંધીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો? પ્રિયંકાએ કહ્યું- આક્રમક રીતે જવાબ લખાવવો, આ કેવું કલ્ચર છે? પત્રના વિવાદ પર પ્રિયંકાએ સોશિયલ મીડિયા X પર લખ્યું, લોકશાહીની પરંપરા અને સંસ્કૃતિ પ્રશ્નો પૂછવા અને વાતચીત કરવાની છે. ધર્મમાં પણ કોઈ પણ વ્યક્તિ ગૌરવ અને શિષ્ટાચાર જેવા મૂલ્યોથી ઉપર નથી. આજના રાજકારણમાં ઘણું ઝેર ભલી ગયુ છે, વડાપ્રધાને પોતાના પદની ગરિમા જાળવીને ખરેખર અલગ દાખલો બેસાડવો જોઈતો હતો. જો તેમણે તેમના એક સીનિયર રાજકારણીના પત્રનો આદરપૂર્વક જવાબ આપ્યો હોત તો લોકોની નજરમાં તેમની છબી અને પ્રતિષ્ઠા વધી હોત. અફસોસની વાત છે કે સરકારના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન આપણા નેતાઓએ આ મહાન પરંપરાઓને નકારી કાઢી છે. હવે વાંચો જેપી નડ્ડા અને મલ્લિકાર્જુન ખડગેના પત્રો... 18 સપ્ટેમ્બરઃ ખડગેને નડ્ડાએ આપ્યો જવાબ, કહ્યું- રાહુલના કૃત્યોને ભૂલશો નહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 18 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ખુલ્લો પત્ર લખ્યો હતો. નડ્ડાએ લખ્યું છે કે તમે રાહુલ ગાંધી સહિતના તમારા નેતાઓના કૃત્યોને ભૂલી ગયા છો અથવા જાણીજોઈને તેની અવગણના કરી છે. નડ્ડાએ પત્રમાં એમ પણ લખ્યું છે કે કોંગ્રેસના નેતાઓએ છેલ્લા 10 વર્ષમાં 110થી વધુ વખત વડાપ્રધાન મોદીને અપશબ્દો કહ્યા છે. તો પછી તમારા ડિક્શનરીમાંથી રાજકીય શિસ્ત, મર્યાદા, શિષ્ટાચાર જેવા શબ્દો કેમ ગુમ થઈ જાય છે? તમે રાજનૈતિક સચ્ચાઈ માટે બૂમો પાડી રહ્યા છો પરંતુ તમારા નેતાઓનો તેનો ઉલ્લંધન કરવાનો ઈતિહાસ છે. આવું બેવડું વલણ કેમ? 17 સપ્ટેમ્બર: ખડગેએ પીએમ મોદીને લખ્યું- તમારા નેતાઓને રોકો ​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિવસ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને શુભેચ્છા પાઠવીને પત્ર લખ્યો હતો. જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નફરતભર્યા ભાષણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ખડગેએ લખ્યું- 'ભાજપ અને સહયોગી પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી માટે સતત વાંધાજનક અને હિંસક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આપને વિનંતી છે કે આવા નેતાઓ પર લગામ લગાવો. ભાજપના નેતાઓના 3 નિવેદન, જેના કારણે ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર... 1. તરવિંદર સિંહ મારવાહઃ બીજેપીએ 11 સપ્ટેમ્બરે દિલ્હીમાં રાહુલ ગાંધીના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન બીજેપી નેતા તરવિંદર સિંહ મારવાહ પર રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ બહુ ગંભીર બાબત છે. આ ભાજપની નફરતની ફેક્ટરીની ઉપજ છે. આ અંગે પગલાં લેવા જોઈએ. પીએમ મોદી તેમની પાર્ટીના આ નેતાની ધમકી પર ચૂપ રહી શકતા નથી. 'રાહુલ ગાંધી, સુધરી જા, નહીં તો આગામી દિવસોનાં તારા પણ તારી દાદી જેવા જ હાલ થશે. - તરવિંદર સિંહ, ભાજપ નેતા 2. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુઃ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય નથી. તેને ભારત સાથે પ્રેમ પણ નથી. રાહુલે પહેલા મુસલમાનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેમ ન થયું ત્યારે હવે તે શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે. જે પણ તેમને પકડે છે તેને ઈનામ મળવું જોઈએ કારણ કે તેઓ દેશના સૌથી મોટા દુશ્મન છે. દેશની એજન્સીઓએ તેમના પર નજર રાખવી જોઈએ. ખરેખરમાં, રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું હતું કે શીખ સમુદાયને ભારતમાં એ ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં. રવનીતના નિવેદનના આધારે કર્ણાટક પોલીસમાં તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. 3. સંજય ગાયકવાડઃ 16 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી પછાત વર્ગો અને આદિવાસીઓનું અનામત ખતમ કરવા માંગે છે. આ માટે તેને ઈનામ આપવામાં આવશે, જે કોઈ રાહુલની જીભ કાપી નાખશે તેને 11 લાખ રૂપિયા આપવામાં આવશે. સંજયે એમ પણ કહ્યું કે કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બંધારણ ખતરામાં હોવાનું ખોોટુ નિવેદન આપીને મત મેળવ્યા હતા. આજે તેઓ અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પછાત વર્ગો, ઓબીસી અને આદિવાસીઓનું અનામત ખતમ કરવા માંગે છે. સંજય વિરુદ્ધ બુલઢાણામાં FIR નોંધવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.