જામનગરમાં વિદેશી દારૂની ૬૮ બોટલ સાથે ચાર શખ્સની ધરપકડ બે વાહન સહિત રૂ. ૧.૧૪ લાખનો મુદામાલ કબ્જે - At This Time

જામનગરમાં વિદેશી દારૂની ૬૮ બોટલ સાથે ચાર શખ્સની ધરપકડ બે વાહન સહિત રૂ. ૧.૧૪ લાખનો મુદામાલ કબ્જે


જામનગરમાં વિદેશી દારૂની ૬૮ બોટલ સાથે ચાર શખ્સની ધરપકડ

બે વાહન સહિત રૂ. ૧.૧૪ લાખનો મુદામાલ કબ્જે

જામનગર શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યાએ પોલીસે વિદેશી દારૂ અંગેના દરોડા પાડી ચાર શખ્સને ૬૮ બોટલ સાથે ઝડપી લઈ બે વાહન સહિત કુલ મળી રૂપિયા ૧.૧૪ લાખનો મુદામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના ગોકુલનગર, સાયોના શેરી નંબર સાતના ખાંચા પાસેથી જીજે૧૦ સીએન ૩પ૯૧ નંબરની એક ફોર વ્હીલ કાર પસાર થતી હોય, બાતમીના આધારે સિટી સી ડિવિઝન પોલીસે અહીં વોચ ગોઠવી કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની ૬પ નંગ બોટલ મળી આવતાં કુલ મળી રૂા. ૮ર,પ૦૦નો મુદામાલ કબ્જે લઈ કેયુર ગિરીશભાઈ ડોબરિયા અને ભાગ્યરાજસિંહ જિતેન્દ્રસિંહ રાયજાદા નામના બન્ને શખ્સની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે જામનગરમાં ઈન્દીરા કોલોનીની શેરી નંબર ૪ ખાતે રહેતો જયેશ સાજણભાઈ પીંગળ નામનો શખ્સ એકિટવા બાઈક ચલાવી ગોકુલનગર વિસ્તારમાં આશાપુરા સર્કલ પાસેથી પસાર થતો હોય, દરમિયાન સિટી સી પોલીસે બાતમીના આધારે આ શખ્સને અટકાવી તલાશી લેતાં તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બે નંગ બોટલ મળી આવતાં કુલ મળી રૂા. ૩૧ હજારનો મુદામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના ભોયવાડા પાસેથી ભાવિન કિશોરભાઈ વારા નામના શખ્સને સિટી એ પોલીસે રૂા. પ૦૦ની કિંમતની એક નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં વિદેશી દારૂના ૬ર ચપલા સાથે મહિલા ઝડપાઈ

જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાંથી એક મહિલાની પોલીસે વિદેશી દારૂના ૬ર નંગ ચપલા સાથે અટકાયત કરી ધોરણસરી તપાસ આરંભી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં વુલન મીલ પાછળ, ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી શિલાબેન ફ્રાન્સિસ સ્વામી ઉમેદસિંહ જાડેજા નામની મહિલાના કબ્જા ભોગવટાના મકાનમાં સિટી સી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના ૬ર નંગ ચપલા કબ્જે લઈ તેણીની ધરપકડ કરી રૂા. ૬ર૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેણી વિરૂધ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.