તલોદ- પ્રાંતિજ તાલુકાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગાયત્રી વિધા મંદિર તલોદ ખાતે યોજાયું - At This Time

તલોદ- પ્રાંતિજ તાલુકાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગાયત્રી વિધા મંદિર તલોદ ખાતે યોજાયું


તલોદ- પ્રાંતિજ તાલુકાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગાયત્રી વિધા મંદિર તલોદ ખાતે યોજાયું
***********
વિજ્ઞાનની આંખે અને ટેકનોલોજીની પાંખે જ્ઞાનના આકાશમાં વિહરતા બાલ વૈજ્ઞાનિકોએ અવનવા પ્રયોગો રજૂ કર્યા છે.
*********************

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી હિંમતનગર અને વલભી શાળા વિકાસ સંકુલ તલોદ- પ્રાંતિજના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી વિધા મંદિર તલોદ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી મિતાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.
આ તાલુકાકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાંસુશ્રી મિતાબેન ગઢવીએ જણાવ્યું હતુ કે, વિધ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની આંખેને ટેકનોલોજીની પાંખે જ્ઞાનના આકાશમાં વિહરતા બાલ વૈજ્ઞાનિકોને અવનવા પ્રયોગો થકી પોતાના વિચારો રજૂ કર્યા છે. તેનો આંનંદ છે. વિધ્યાર્થીઓનું આંતરીક જ્ઞાન બહાર લાવવા અને સર્વાંગી વિકાસ કરવાના પાયામાં આવા પ્રદર્શન મેળા મહત્વના ભાગ ભજવે છે.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તલોદ-પ્રાંતિજ તાલુકાની ૬૨ શાળાઓએ ભાગ લીધો હતો. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મુખ્ય પાંચ વિષયો હતા. જેમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યાયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન એમ પાંચ વિષય પર ૬૨ જેટલી કૃતિ પ્રદર્શિત કરાઇ હતી. હાલના સમયની માંગ છે કે આ વિષયો પરત્વે સમાજમાં જાગૃતિ આવે અને બાળપણથી જ વિધાર્થીઓના જીવનમાં આ વિષય વણાવા લાગે તો આવનારા સમયમાં આપણા સમાજમાં ઘણા પરીવર્તન જોવા મળશે.
આ પ્રદર્શનમાં પાંચ વિષયોમાં પ્રથમ આવેલ કૃતિઓ પ્રાકૃતિક ખેતી -સરકારી માધ્યમિક શાળા લવારી, અવર હાર્ટ ઇસ અવર લાઇફ -ઘડકન સેકન્ડરી સ્કુલ , ટેસ્લા કોઈલ મોડેલ આર. એલ. એચ. સંઘવી હાઈસ્કૂલ પુંસરી, બાઈનરી કાઉન્ટર શેઠ શ્રી જે.બી ઉપાધ્યાય હાઈસ્કૂલ મહીયલ, લીલ અને પાણીજન્ય વનસ્પતિ શેઠ પી.એન્ડા હાઇ. પ્રાંતિજની સમાવેશ થયો હતો. આ કૃતિઓ જિલ્લાકક્ષાએ યોજાનાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે.
આ પ્રદર્શનમાં ડાયેટ પ્રાચાર્યશ્રી, શિક્ષકો, તજજ્ઞો અને મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર કૃતિઓ નિહાળી હતી.
*******


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.