એક વર્ષ પહેલાં બાયપાસ સર્જરી થયેલું તેમજ 30% હૃદય કામ કરતા 60 વર્ષના દર્દીનું આટકોટની શ્રી.કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારણગાંઠ નું ઓપરેશન કરાયું - At This Time

એક વર્ષ પહેલાં બાયપાસ સર્જરી થયેલું તેમજ 30% હૃદય કામ કરતા 60 વર્ષના દર્દીનું આટકોટની શ્રી.કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારણગાંઠ નું ઓપરેશન કરાયું


છેલ્લા એક વર્ષથી પીડાતા દર્દીને મળી રાહત...

શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત જસદણના આટકોટમાં આવેલ શ્રી.કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાજકોટના 60 વર્ષેના દર્દી સારણગાંઠના દુખાવાને લઈને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે સર્જન વિભાગના ડૉ. ગૌરાંગ કોલડીયા દ્વારા દર્દીના તમામ જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે તમને દર્દીને સારણગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ દર્દીને એક વર્ષ પહેલાં બાયપાસ સર્જરી પણ કરવામાં આવી હતી. દર્દીને હૃદય વધારે નબળું હોવા છતાં જોખમ ઉઠાવી દર્દીનું ઓપરેશન ડો. ગૌરાંગ કોલડીયા દ્વારા અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી માધ્યમથી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ડૉ. ગૌરાંગ કોલડીયા, અનેસ્થેટિક ડો.હાર્દિક દુધાત્રા ડૉ. નવનીત બોદર અને તેમની ટીમ દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી માં કરવામાં આવેલું. દર્દી અને પરિવારજનોએ આટકોટ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તમામ ટ્રસ્ટીઓ તમામ ડોક્ટર ટીમ તેમજ હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.