સહાયક માહિતી નિયામકશ્રી આગેવાનીમાં કચેરીના તમામ કર્મયોગીઓ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાયા - At This Time

સહાયક માહિતી નિયામકશ્રી આગેવાનીમાં કચેરીના તમામ કર્મયોગીઓ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાયા


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સહાયક માહિતી નિયામક સપનાબેન ભટ્ટીની આગેવાનીમાં કચેરીના તમામ કર્મયોગીઓ ઉલ્લાસપૂર્વક સફાઈ અભિયાનમાં જોડાયા હતા.“કચેરી સ્વચ્છ તો કર્મચારી સ્વસ્થ”ના સૂત્રને ચરિતાર્થ કરતા ઓફિસના ફર્નિચર, ટેબલ, ખુરશી , પંખા, કમ્પ્યુટર, સ્ટોર રૂમની સફાઈ કરવામાં આવી હતી તેમજ રેકર્ડ વર્ગીકરણ સુદ્રઢ કરવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી ખાતે હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં સિનિયર ક્લાર્ક ભરતભાઈ દેત્રોજા, માહિતી મદદન હેમાલીબેન ભટ્ટ, ફોટોગ્રાફર અમિતભાઈ મહેતા, વીડિયોગ્રાફર નરોત્તમભાઈ કણઝરિયા, વિજયભાઈ મહેતા, સુ જલ્પાબેન સાકરીયા, દયારામભાઈ વડદરીયા, નરેશભાઈ પટગીર સહિતના કર્મયોગીઓ જોડાયા હતા અને કચેરીને સ્વચ્છ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.