રંગપર પ્રાથમિક શાળા ની ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માં સિધ્ધિ - At This Time

રંગપર પ્રાથમિક શાળા ની ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માં સિધ્ધિ


(અજય ચૌહાણ દ્વારા)
શિરવાણીયા પ્રાથમિક શાળા માં ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. 14 સપ્ટેમ્બર 2024 નાં રોજ બોટાદ તાલુકા ની નાગલપર ક્લસ્ટર ની શિરવાણીયા પ્રાથમિક શાળા માં આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 5 વિભાગ માં 16 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરાઈ હતી.જેમાં રોડ સેફટી, આગ સેફ્ટી,ગણિત ગુ. સા.અ., ઓર્ગેનિક ખેતી ને લગતી સુંદર કૃતિઓ પ્રદર્શિત થઈ હતી.
જેમાં રગપર પ્રાથમિક શાળા વિભાગ 3, નેચરલ ફાર્મિંગ કૃતિ નું નામ દેશી ગાય આધારિત સજીવ ખેતી જેમાં પ્રથમ ક્રમ મેળવી વિજેતા થયાં હતા.જેમાં બાળ-વૈજ્ઞાનિકો 1)સાંકળિયા હર્ષ રાજુભાઈ 2) સાંકળિયા હર્ષિત જયંતિભાઈ એ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા દર્શાવી હતી તેમજ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી મેર દશરથભાઈ બબાભાઈ એ આ પ્રોજેક્ટ ને સફળતા અપાવવા સતત જહેમત ઉઠાવી હતી. શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ આચાર્યાશ્રી શ્રધ્ધાબેન દેવમુરારી એ સંપૂર્ણ સહકાર આપીને સફળતા માટે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.