જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી નિમિતે સલ્મ વિસ્તાર માં સાડી વિતરણ કરાઈ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી નિમિતે સલ્મ વિસ્તાર માં સાડી વિતરણ કરાઈ


(અજય ચૌહાણ દ્વારા)
જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.૧૯/૯/૨૪ ના રોજ સલ્મ વિસ્તાર તુરખા રોડ ભડિયા પાછળ બોટાદ ખાતે બોટાદ મુક્તિધામ ના સૌજન્યથી સાડી વિતરણ કરાયું. આગામી દિવસો માં નવરાત્રી અને દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર નજદીક આવનાર હોય શ્રમજીવી બહેનો તહેવાર ની મોજ માણી શકશે. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , જાયન્ટ્સ ફેડરેશન યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ સાહેલી ના પૂર્વ પ્રમુખ સુજાતા બેન શાહ , ફેડરેશન ઓફિસર લાલજીભાઈ કળથીયા વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.